Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંત કેસ: ઉદ્ધવ સરકાર-મુંબઈ પોલીસને SCએ માર્યા ભરપૂર ચાબખા, CBIને કેસ સોંપતી વખતે શું કહ્યું તે જાણો

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા છે. સુપ્રીમે આ સાથે જ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને સહયોગ કરે. મહારાષ્ટ્ર સરકાર તમામ તપાસ સંબંધિત દસ્તાવેજોમાં મદદ કરે. કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે તે ભવિષ્યમાં સુશાંત કેસ સંબંધિત કેસને પોતાના હાથમાં લે. 

સુશાંત કેસ: ઉદ્ધવ સરકાર-મુંબઈ પોલીસને SCએ માર્યા ભરપૂર ચાબખા, CBIને કેસ સોંપતી વખતે શું કહ્યું તે જાણો

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા છે. સુપ્રીમે આ સાથે જ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને સહયોગ કરે. મહારાષ્ટ્ર સરકાર તમામ તપાસ સંબંધિત દસ્તાવેજોમાં મદદ કરે. કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે તે ભવિષ્યમાં સુશાંત કેસ સંબંધિત કેસને પોતાના હાથમાં લે. 

સુપ્રીમનો મહત્વનો ચુકાદો, સુશાંત મોત કેસની તપાસ મુંબઈ પોલીસ નહીં પરંતુ CBI જ કરશે

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને માર્યા ચાબખા
સુપ્રીમ કોર્ટે આ અંગે કહ્યું કે સીબીઆઈ માત્ર પટણા એફઆઈઆર કેસની તપાસ માટે કરશે એવું નથી પરંતુ તે આગળ પણ જો કોઈ કેસ દાખલ થશે તો આ મામલે તેની તપાસ સીબીઆઈ જ કરશે. સુપ્રીમ કોર્ટે એક મહત્વની વાતમાં એ પણ કહ્યું કે બિહાર પોલીસને એફઆઈઆર નોંધવાનો અધિકાર છે. પટણામાં નોંધાયેલો કેસ કાયદેસર છે. આ બાજુ સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું કે સુશાંતના પરિવાર માટે આ મોટી જીત છે. હવે ન્યાય મળવાની આશા છે. મુંબઈ પોલીસે તો અત્યાર સુધી આ મામલે કેસ પણ દાખલ કર્યો નહતો. 

Exclusive: સુશાંતના મોતના ગણતરીના દિવસો પહેલાની WhatsApp ચેટ, મિત્ર સાથે શેર કરી આ વાતો

સુપ્રીમ કોર્ટે તમામ પક્ષો પાસે માંગ્યો હતો જવાબ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસના અધિકાર કોની પાસે હોય તેને લઈને સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો હતો. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષો પાસેથી લેખિતમાં જવાબ માંગ્યા હતાં. બિહાર સરકાર, રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતના પરિવાર તરફથી લેખિતમાં જવાબ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયા હતાં. આ બાજુ સીબીઆઈ તરફથી પણ સુપ્રીમ કોર્ટમાં લેખિત જવાબ અપાયો હતો. જવાબમાં કહેવાયું હતું કે કોર્ટે સીબીઆઈ અને ઈડીને તપાસ ચાલુ રાખવા દેવી જોઈએ. 

સુશાંતના મોતના દિવસે તેના ઘરની બહાર ઘૂમતી જોવા મળેલી 'મિસ્ટ્રી ગર્લ' વિશે થયો ચોંકાવનારો ખુલાસો 

અત્રે જણાવવાનું કે બિહાર સરકાર પહેલેથી જ પટણામાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ સીબીઆઈને સોંપી ચૂકી છે. જ્યારે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને તપાસ સોંપાવવાની વાતનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારની દલીલ હતી કે મુંબઈ પોલીસ જ આ કેસની તપાસ કરે કારણ કે તેઓ આ કેસમાં 56 લોકોના નિવેદન નોંધી ચૂક્યા છે. 

મહારાષ્ટ્ર સરકારનો પક્ષ
મહારાષ્ટ્ર સરકાર તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવી દલીલ કરી રહ્યાં હતાં. સરકારનું કહેવું હતું કે બિહાર સરકારનું અધિકાર ક્ષેત્ર નથી. આ ફેડરેલ સ્ટ્રક્ચરનો સવાલ છે.  ઉદ્ધવ સરકાર તરફથી એ પણ કહેવાયું હતું કે સુશાંતના મોતનો કેસ મુંબઈ પોલીસનું અધિકાર ક્ષેત્ર છે કારણ કે કારણ કે ઘટના મુંબઈમાં ઘટી છે. પીડિત અને આરોપી તથા સાક્ષીઓ બધા મુંબઈના છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'મા આ દમદાર અભિનેતાની થઈ રહી છે એન્ટ્રી!, જાણો કયું પાત્ર ભજવશે

સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહ
સુશાંતના પિતાએ FIR પટણામાં નોંધાવી હતી પરંતુ ત્યારબાદ તેઓ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરી રહ્યાં હતાં. વકીલ વિકાસ સિંહે કહ્યું કે અમે ફેર તપાસ ઈચ્છીએ છીએ. અમે મુંબઈ પોલીસ પર વિશ્વાસ કરી શકીએ નહીં. રિયાએ પૂરો કંટ્રોલ કરી રાખ્યો હતો પરંતુ મુંબઈ પોલીસે તે કેસમાં તપાસ કરી નથી. સુશાંતનું મોત થયું. જ્યારે દરવાજો ખોલાયો તો સુશાંતની બહેન ત્યાં 10 મિનિટમાં પહોંચવાની હતી પરંતુ તેની રાહ જોવાઈ નહી અને તે જોઈ શકી નહીં કે તે પંખા સાથે લટકેલો હતો કે શું થયું?

રિયાએ કરી હતી આ દલીલ
રિયાના વકીલના જણાવ્યાં મુજબ આ ઘટના મુંબઈની છે અને મુંબઈ પોલીસનું અધિકારક્ષેત્ર છે. પરંતુ બિહાર પોલીસે કેસ નોંધી લીધો. ઘટના પટણામાં ઘટી નથી. રિયા વિરુદ્ધ પોલીટિકલ ફોર્સનો ઉપયોગ થયો છે. આ કેસને રાજનીતિક એજન્ડા તરીકે ઉપયોગમાં લેવાયો.  જેથી કરીને રાજકીય લાભ ખાટી શકાય. પટણા પોલીસના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી આથી કેસ મુંબઈ ટ્રાન્સફર થવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં દાખલ જવાબમાં રિયા ચક્રવર્તીએ એમ પણ કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ ઈચ્છે તો આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા પર તેને કોઈ આપત્તિ નથી. 

સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકાનો ચોંકાવનારો VIDEO આવ્યો સામે, જાણો શું છે મામલો

બિહાર સરકારના વકીલે કરી હતી આ દલીલ
બિહાર સરકાર તરફથી વકીલ મનિનન્દર સિંહે દલીલ કરી હતી કે રિયાએ પોતે જ સીબીઆઈ  તપાસની માગણી કરી હતી. મુંબઈ પોલીસે 56 લોકોના નિવેદનો નોંધ્યા પરંતુ એફઆઈઆર નોંધી નહીં. મહારાષ્ટ્ર પોલીસ પર રાજકીય દબાણ છે. રાજકીય દબાણ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી નથી. બિહાર પોલીસના એસપીને ત્યાં ક્વોરન્ટાઈન કરીને રખાયા. 

કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલે રજુ કર્યો પક્ષ
સોલિસિટર જનરલ તુષાર મહેતાના જણાવ્યાં મુજબ મુંબઈ પોલીસે એફઆઈઆર વગર મુંબઈ પોલીસે 56 લોકોના નિવેદનો નોંધ્યા. કાયદાનું પાલન કર્યાં વગર આ બધુ મુંબઈ પોલીસ કરી રહી છે. બિહારમાં કેસ દાખલ થયો છે. આ કેસની સીબીઆઈ તપાસ માટે ભલામણ કરાઈ અને ત્યારબાદ કેસ દાખલ થયો. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More