Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન ખાનને સાપે ડંખ માર્યો, જન્મદિનના એક દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થયો

આવતીકાલે 27 ડિસેમ્બરે સલમાન ખાન (Salman Khan) નો જન્મદિવસ છે. ત્યારે જન્મદિવસના એક દિવસ પહેલા જ બોલિવુડના ખાનને સાપ કરડ્યો. 25 ડિસેમ્બરની રાત્રે સલમાન ખાનને સાપે દંખ મારવાની ઘટના બની છે. સલમાનના પનવેલ ફાર્મ હાઉસમાં સલમાન ખાનનો પરિવાર સેલિબ્રેશનની તૈયારીઓમાં વ્યસ્ત હતો ત્યારે આ ઘટના બની હતી. જેના બાદ તેને મહાત્મા ગાંધી મિશન હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો છે. 

સલમાન ખાનને સાપે ડંખ માર્યો, જન્મદિનના એક દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થયો

ઝી મીડિયા/બ્યૂરો :આવતીકાલે 27 ડિસેમ્બરે સલમાન ખાન (Salman Khan) નો જન્મદિવસ છે. ત્યારે જન્મદિવસના એક દિવસ પહેલા જ બોલિવુડના ખાનને સાપ કરડ્યો. 25 ડિસેમ્બરની રાત્રે સલમાન ખાનને સાપે દંખ મારવાની ઘટના બની છે. સલમાનના પનવેલ ફાર્મ હાઉસમાં સલમાન ખાનનો પરિવાર સેલિબ્રેશનની તૈયારીઓમાં વ્યસ્ત હતો ત્યારે આ ઘટના બની હતી. જેના બાદ તેને મહાત્મા ગાંધી મિશન હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો છે. 

સલમાન સાપનો શિકાર બન્યો
બોલિવુડમાંથી મળતી માહિતી અનુસાર, સલમાન ખાન દર વર્ષે પોતાનો જન્મદિવસ પોતાના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં ઉજવે છે. ત્યારે શનિવારે રાત્રે તે જન્મદિવસની પાર્ટીમાં વ્યસ્ત હતો. તે પોતાના મિત્રો સાથે મસ્તી કરી રહ્યો હતો ત્યારે વાતચીત દરમિયાન તેને અનુભવાયુ કે તેના હાથ પર કંઈક કરડ્યુ છે. તેમણે અહીતહી નજર ફેરવી તો એક સાપ નજરે ચઢ્યો હતો. સાપને જોઈને સલમાન ખાન ડરી ગયો હતો, અને મદદ માટે બૂમ પાડી હતી. આ જોઈ તેમના મિત્રો અને પરિવાર મદદે દોડી આવ્યો હતો. તાત્કાલિક સલમાન ખાનને કામોઠે વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી મિશન (MGM) હોસ્પિટલમાં રાત્રે ત્રણ વાગે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, 7 કલાકની સારવાર બાદ સલમાન ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન શુટિંગ સિવાયનો મોટાભાગનો સમય પોતાના ફાર્મ હાઉસમાં વિતાવે છે. તેઓ તેમનો જન્મદિવસ પણ ફાર્મ હાઉસમાં ઉજવે છે. જેમાં તેમના ખાસ મિત્રો અને કેટલાક બોલિવુડ સ્ટાર્સની હાજરી હોય છે. અનેકવાર સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં સાપ દેખાતા હોય છે, પરંતુ આ વખતે ખુદ ભાઈજાન સાપના શિકાર થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More