Home> Entertainment
Advertisement
Prev
Next

Box Office : 'કેજીએફ'નો Zeroને ઝટકો, 100 કરોડની ક્લબમાં કરી લીધી એન્ટ્રી

કેજીએફ અને ઝીરો સાથે રિલીઝ થઈ છે

Box Office : 'કેજીએફ'નો Zeroને ઝટકો, 100 કરોડની ક્લબમાં કરી લીધી એન્ટ્રી

નવી દિલ્હી : ક્રિસમસ વખતે રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ઝીરો બોક્સ ઓફિસ પર ખાસ ચમત્કાર નથી કરી શકી. આ ફિલ્મની ચાહકો અને સમીક્ષકો બંનેએ ટીકા કરી છે. જોકે આમ છતાં આ ફિલ્મ એક અઠવાડિયા પછી 80 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકી છે. આ આંકડા જોઈને લાગે છે કે ફિલ્મ આવતા અઠવાડિયે 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી શકે છે. જોકે આ ફિલ્મ સાથે જ રિલીઝ થયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મ 'કેજીએફ'એ વર્લ્ડવાઇડ 100 કરોડ રૂપિયા કરતા વધારે બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ હિન્દીમાં પણ સારી કમાણી કરી રહી છે. 

ટ્રેડ પંડિતોના આંકડા પ્રમાણે 6 દિવસમાં ઝીરોએ 81 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બુધવારે ફિલ્મે પાંચ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 

સાઉથ ઇન્ડિયન ફિલ્મ 'કેજીએફ'એ વર્લ્ડવાઇડ 112 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને 100 કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી મારી છે. આ ફિલ્મના હિન્દી વર્ઝનને 6 દિવસમાં લગભગ 19.05 કરોડ રૂપિયાનું કલેક્શ કર્યું છે. 

આ છે સોનાક્ષીનો નવો બોયફ્રેન્ડ ! નામ જાણીને કહેશો ક્યાં ફસાણી...

આ બંને ફિલ્મોને મળેલા સ્ક્રિન્સમાં પણ ભારે તફાવત છે. ઝીરોને આખી દુનિયામાં લગભગ 5965 સ્ક્રિનમાં રિલીઝ કરવામાં આવી છે જ્યારે KGFને માત્ર 1500 સ્ક્રીન્સ મળી છે. છેલ્લા કેટલાક સમયથી શાહરૂખની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ નથી કરી શકી. તેની ફિલ્મો જબ હેરી મેટ સેજલ, ડિયર ઝિંદગી અને રઇસ ફ્લોપ સાબિત થઈ હતી.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More