Home> Entertainment
Advertisement
Prev
Next

કબીર સિંહની જબરદસ્ત કમાણી ! છઠ્ઠા દિવસે 'સવાઈ'

શાહિદ કપૂરનો માથા ફરેલ આશિકનો અભિનય ફિલ્મશોખીનોને પસંદ આવ્યો છે. ગત શુક્રવારે રિલીઝ હિન્દી ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 

કબીર સિંહની જબરદસ્ત કમાણી ! છઠ્ઠા દિવસે 'સવાઈ'

નવી દિલ્હી : શાહિદ કપૂરનો માથા ફરેલ આશિકનો અભિનય ફિલ્મશોખીનોને પસંદ આવ્યો છે. ગત શુક્રવારે રિલીઝ હિન્દી ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. માત્ર પાંચ દિવસમાં જ આ ફિલ્મે 100 કરોડ કરતાં વધુની કમાણી કરી છે અને એ પછીના દિવસે ફિલ્મની કમાણી સવા કરોડ સુધી પહોંચી ગઈ છે. આ ફિલ્મની પહેલા દિવસની કમાણી શાહિદ કપૂરની અત્યારની તમામ ફિલ્મોની ઓપનિંગ કમાણીમાં સૌથી વધુ છે. 

કબીર સિંહ ફિલ્મે પાંચ દિવસની અંદર 100 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી હતી, પાંચમાં દિવસે એટલે કે મંગળવારે 16.53 કરોડના કલેક્શન સાથે ભારતમાં આ ફિલ્મે અત્યાર સુધી 104.90 કરોડની કમાણી કરી છે. આ સાથે 2019માં સૌથી ઝડપથી 100 કરોડ ક્લબમાં સામેલ થનાર બીજી ફિલ્મ બની છે. સલમાન ખાનની 'ભારત' પહેલા નંબરે છે. ભારતે માત્ર ચાર દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી. જોકે, 'ભારત'ની તુલનાએ 'કબીર સિંહ'ને 1577 સ્ક્રીન્સ ઓછી મળી હતી.

Exclusive! વિક્કી કૌશલ હવે પાકિસ્તાનને ચટાડશે ધૂળ, આ તસવીર છે પુરાવો

કબીર સિંહ સાઉથ સુરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે. તેલુગૂમાં આ ફિલ્મ સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી અને આ હિન્દી ફિલ્મને પણ એમણે જ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી ઉપરાંત સોહમ મજૂમદાર, અર્જન બાજવા, સુરેશ ઓબેરોય, કામિની કૌશલ અને નિકિતા દત્તા મહત્વની ભૂમિકામાં છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More