Home> Entertainment
Advertisement
Prev
Next

આ ફિલ્મે ધૂળ ચટાડી શાહરૂખની બહુ ગાજેલી 'ઝીરો'ને, આંકડા જાણીને ડૂબી જશો આશ્ચર્યમાં

સુપરસ્ટાર શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ઝીરોનો બોક્સઓફિસ પર બિઝનેસ ધીમેધીમે ઘટી રહ્યો છે.

આ ફિલ્મે ધૂળ ચટાડી શાહરૂખની બહુ ગાજેલી 'ઝીરો'ને, આંકડા જાણીને ડૂબી જશો આશ્ચર્યમાં

મુંબઈ : સુપરસ્ટાર શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ઝીરોનો બોક્સઓફિસ પર બિઝનેસ ધીમેધીમે ઘટી રહ્યો છે. શાહરૂખની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થાય એવા અણસાર મળવા લાગ્યા છે. આ ફિલ્મને સારો રિવ્યુ નથી મળ્યો પણ એનું ટ્રેલર દમદાર હોવાના કારણે ફિલ્મે 20 કરોડ 14 લાખ રૂપિયાથી બિઝનેસની શરૂઆત કરી હતી. 

જોકે નેગેટિવ માઉથ પબ્લિસિટીના કારણે બીજા દિવસે બિઝનેસમાં 9.53 ટકાનો ઘટાડો થયો અને ત્રીજા દિવસે ફિલ્મે માત્ર 15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ સાથે રિલીઝ થયેલી KGFની વાત કરીએ તો 80 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે સરેરાશ બિઝનેસ કર્યો છે. તેણે પહેલા દિવસે 2.10 કરોડ રૂપિયાનો, બીજા દિવસે 3 કરોડ રૂપિયાનો અને ત્રીજા દિવસે પાંચ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ઝીરો અને KGFના બિઝનેસની સરખામણી કરીએ તો 200 કરોડ રૂ.ના બજેટથી બનેલી 'ઝીરો'નો બિઝનેસ દિવસેને દિવસે ઘટી રહ્યો છે જ્યારે માત્ર 80 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી KGFનો બિઝનેસ દિવસેને દિવસે સારો થઈ રહ્યો છે. 

Indian Idol 10 : ચાર પેઢીની ગરીબીમાં સબડતા પરિવારને તાર્યો સલમાને, વાંચીને કહેશો દીકરો હોય તો આવો

આ બંને ફિલ્મોને મળેલા સ્ક્રિન્સમાં પણ ભારે તફાવત છે. ઝીરોને આખી દુનિયામાં લગભગ 5965 સ્ક્રિનમાં રિલીઝ કરવામાં આવી છે જ્યારે KGFને માત્ર 1500 સ્ક્રીન્સ મળી છે. છેલ્લા કેટલાક સમયથી શાહરૂખની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ નથી કરી શકી. તેની ફિલ્મો જબ હેરી મેટ સેજલ, ડિયર ઝિંદગી અને રઇસ ફ્લોપ સાબિત થઈ હતી.

 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More