Home> Entertainment
Advertisement
Prev
Next

Shilpa Shetty માનહાનિ કેસમાં હાઈકોર્ટે કહ્યું- પોલીસ સૂત્રોના આધારે કરાયું રિપોર્ટિંગ, અપમાનજનક કેવી રીતે?

બોમ્બે હાઈકોર્ટે શુક્રવારના કહ્યું કે, શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty Kundra) સામે રિપોર્ટિંગ કેસથી મીડિયાને રોકવાનો આદેશ જાહેર કરવાથી પ્રેસની આઝાદી પર પ્રતિકૂળ અસર થશે. જો કે, જસ્ટિસ ગૌતમ પટેલે (Gautam Patel) આદેશ કર્યો છે

Shilpa Shetty માનહાનિ કેસમાં હાઈકોર્ટે કહ્યું- પોલીસ સૂત્રોના આધારે કરાયું રિપોર્ટિંગ, અપમાનજનક કેવી રીતે?

નવી દિલ્હી: બોમ્બે હાઈકોર્ટે શુક્રવારના કહ્યું કે, શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty Kundra) સામે રિપોર્ટિંગ કેસથી મીડિયાને રોકવાનો આદેશ જાહેર કરવાથી પ્રેસની આઝાદી પર પ્રતિકૂળ અસર થશે. જો કે, જસ્ટિસ ગૌતમ પટેલે (Gautam Patel) આદેશ કર્યો છે કે, ખાનગી યુટ્યુબ ચેનલો પર અપલોડ કરવામાં આવેલા 3 વીડિયો હટાવી દેવામાં આવે અને તેને ફરી અપલોડ કરવામાં આવે નહીં કેમ કે, તે દુર્ભાવનાપૂર્ણ છે.

સંતુલિત કરવો પડશે ગોપનીયતાનો અધિકાર
કોર્ટે કહ્યું કે, પ્રેસની આઝાદીને વ્યક્તિની ગોપનીયતાના અધિકાર સાથે સંતુલિત રાખવી પડશે. તમને જણાવી દઇએ કે, બોમ્બે કોર્ટે આજે શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra) દ્વારા કેટલાક મીડિયા હાઉસ સામે કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુનાવણી કરી હતી. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) પર અશ્લિલ ફિલ્મ બનાવવા અને તેને એક એપ્લિકેશન દ્વારા સ્ટ્રિમ કરવા જેવા તમામ ગંભીર આરોપ લાગ્યા છે.

આ પણ વાંચો:- Taarak Mehta ની જૂની સોનુ Big Boss ના ઘરમાં કરશે પ્રવેશ! ભીડેની પુત્રીને સલમાન પણ કરે છે પસંદ

શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ પોતાની અરજીમાં શું કહ્યું?
કોર્ટ દ્વારા જે વીડિયો હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે તેમાં એક્ટ્રેસની નૈતિકતા પર કોમેન્ટ કરવામાં આવી હતી અને એક પેરેન્ટ તરીકે તેમની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty Kundra) એક વચગાળાની અરજી દ્વારા મીડિયાને કોઈપણ ખોટી, દુર્ભાવનાપૂર્ણ અને માનહાનીવાળી સામગ્રીને પબ્લિશ કરવાથી રોકવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

કોર્ટે કહ્યું - પ્રેસની સ્વતંત્રતા પર થશે અસર
જો કે, જસ્ટિસ પટેલે કહ્યું કે મીડિયાને રોકવાની વિનંતીની પ્રેસની સ્વતંત્રતા પર વિપરીત અસર પડશે. કોર્ટે કહ્યું, 'સારી કે ખરાબ પત્રકારત્વ શું છે, તેની ન્યાયિક મર્યાદા છે. કારણ કે તે અખબારી સ્વાતંત્ર્ય સાથે ખૂબ જ નજીકથી સંબંધિત વિષય છે.

આ પણ વાંચો:- Top Less થઈ ગઈ Kumkum Bhagya ની Shikha Singh, ફોટો જોઈને તમે પણ કહેશે Oh My God!

માત્ર સારું લખી શકતા નથી
કોર્ટે આ વાતનો ઉલ્લેખ કર્યો કે શિલ્પાએ (Shilpa Shetty Kundra) તેમના કેસમાં જે આર્ટિકલ્સનો ઉલ્લેખ કર્યો છે કે તે માનહાનિકારક નથી. જસ્ટિસ પટેલે કહ્યું કે, અહીં એવું ન થઈ શકે કે, જો તમે મારા વિશે કંઇક સારૂં લખી કે બોલી નથી શકતા તો કશું જ ન બોલો?

કેમ નથી બનતો માનહાનિનો કેસ?
કોર્ટે કહ્યું કે આ કેસમાં ઉલ્લેખિત મોટાભાગના આર્ટિકલ્સ પોલીસ સૂત્રો પર આધારિત છે. જસ્ટિસ પટેલે કહ્યું કે, 'પોલીસ સૂત્રોના આધારે લખવામાં આવેલો રિપોર્ટ માનહાનિકારક નથી. જો તે તમારા ઘરના રૂમની અંદર બન્યું હોત જ્યાં કોઈ આસપાસ ન હોત તો આ મુદ્દો અલગ હોત. પરંતુ તે બહારના લોકોની હાજરીમાં થયું. તો પછી આ માનહાનિ કેવી રીતે થઈ શકે? '

આ પણ વાંચો:- Amir Khan ની પુત્રીને તેની મમ્મીએ સેક્સની ચોપડી વાંચવા આપી, કહ્યું તારું આખું શરીર અરીસામાં જોજે!

શિલ્પાએ કર્યો હતો 25 કરોડનો કેસ
શિલ્પા શેટ્ટી કુન્દ્રાની (Shilpa Shetty Kundra) અરજી દ્વારા 25 કરોડ રૂપિયાના વળતરની માંગ કરતા કહેવામાં આવ્યું છે કે, કેટલાક મીડિયા પબ્લિકેશન્સ અને ગુગલ, ફેસબુક અને યૂટ્યૂબ જેવી સોશિયલ મીડિયા સાઈટોએ તેમને નુકાસાન પહોંચાડ્યું છે જેની કોઈ ભરપાઈ કરી શકતું નથી. આ સાથે જ તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે. શિલ્પાએ કોર્ટથી આ સોશિયલ મીડિયા સાઈટ્સને તેના અને તેના પરિવાર વિશેની તમામ માનહાનિકારક સામગ્રી હટાવવાનો આદેશ કરવા અનુરોધ કર્યો હતો.

20 સપ્ટેમ્બર સુધી મુલતવી આગામી સુનાવણી
આ અંગે કોર્ટે કહ્યું કે, 'Google, YouTube અને Facebook જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના એડિટેડ કન્ટેન્ટ પર કંટ્રોલ કરવાની માગણી કરતી તમારી વિનંતી જોખમી છે.' જો કે, હાઇકોર્ટે આ કેસના તમામ ઉત્તરદાતાઓને તેમના એફિડેવિટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો હતો અને આ મામલાની વધુ સુનાવણી 20 સપ્ટેમ્બરે નક્કી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More