Home> Entertainment
Advertisement
Prev
Next

પાન-સિગારેટની હતી આદત, વિલન હોવા છતાં હીરોને પણ આંટી મારે તેવો રૂતબો, આ કલાકારને ઓળખ્યા તમે?

શાતિર ચહેરા પર આવતા ભાવ હીરોઈનોને પણ થથરાવી દે તેવા હતા. આ વિલન ખલનાયિકી સાથે અનેક હિટ ફિલ્મોમાં સહ અભિનેતા તરીકે પણ જોવા મળ્યા અને હીરો કરતા વધુ ફૂટેજ લઈ ગયા. આ વિલનને જો તમે હજુ પણ ન ઓળખી શક્યા હોવ તો તમારે ચાલીસ અને પચાસના દાયકાની ફિલ્મોને યાદ  કરવાની જરૂર છે. સાડી પહેરેલી મહિલાના વેષમાં આ વિલનને તમે ઓળખ્યા?

પાન-સિગારેટની હતી આદત, વિલન હોવા છતાં હીરોને પણ આંટી મારે તેવો રૂતબો, આ કલાકારને ઓળખ્યા તમે?

બોલીવુડમાં બનનારી ફિલ્મોમાં પહેલા હીરો હીરોઈન સાથે વિલનનું પણ મહત્વ રહેતું. પરંતુ 40 અને 50ના દાયકામાં એક વિલને બોલીવુડ પર એ હદે કબજો કર્યો હતો કે તે લગભગ દરેક ફિલ્મમાં વિલન તરીકે જોવા મળતો અને તે પણ એકદમ દમદાર પાત્રમાં. તેના શાતિર ચહેરા પર આવતા ભાવ હીરોઈનોને પણ થથરાવી દે તેવા હતા. આ વિલન ખલનાયિકી સાથે અનેક હિટ ફિલ્મોમાં સહ અભિનેતા તરીકે પણ જોવા મળ્યા અને હીરો કરતા વધુ ફૂટેજ લઈ ગયા. આ વિલનને જો તમે હજુ પણ ન ઓળખી શક્યા હોવ તો તમારે ચાલીસ અને પચાસના દાયકાની ફિલ્મોને યાદ  કરવાની જરૂર છે. સાડી પહેરેલી મહિલાના વેષમાં આ વિલનને તમે ઓળખ્યા?

કોણ છે આ સુંદર મહિલા
જો તમે પણ ન ઓળખી શકતા હોવ તો અમે તમારી મદદ કરીએ. સાડીમાં જોવા મળી રહેલી આ સુંદર મહિલા હકીકતમાં બોલીવુડના શાનદાર વિલન પ્રાણ સાહેબ છે. જી હા એ જ પ્રાણ સાહેબ જે સદાબહાર ફિલ્મોમાં જોવા મળે છે. પોતાના દમદાર અવાજ અને તીખી નજરથી બધાને હચમચાવી દેતા. એક સમય હતો જ્યારે પડદા પર તેમનું ખંધુ હાસ્ય અને ઘૂરતી આંખો જોઈને લોકો ડરી જતા હતા. તેમના સમયમાં લોકોએ પોતાના બાળકોનું નામ પ્રાણ રાખવાનું પણ બંધ કરી દીધુ હતું. તે સમયે પ્રાણનો અભિનય એટલો જોરદાર જોવા મળતો કે હીરો તેમની સાથે ફિલ્મ કરતા પણ ખચકાતા હતા. જંજીર, ડોન, રામ ઔર શ્યામ, કાશ્મીર કી કલી, બોબી, કાલિયા, ઉપકાર, શરાબી અને મિલન જેવી સુપરહીટ ફિલ્મો દ્વારા પ્રાણ સાહેબે પોતાની શાનદાર એક્ટિંગથી બધાને ચોંકાવ્યા હતા. 

આ રીતે થઈ એન્ટ્રી
એવું કહેવાય છે કે પ્રાણ સાહેબની પાન અને સિગરેટની લતે તેમને બોલીવુડનો રસ્તો દેખાડ્યો. પ્રાણ સાહેબ એક પાનની દુકાન પર વારંવાર પાન ખાવા જતા હતા. ત્યાં જાણીતા ફિલ્મ રાઈટર વલી મોહમ્મદ પણ આવતા હતા. તેમણે પ્રાણને જોયા અને તેમને પ્રાણનો ચહેરો પોતાની ફિલ્મમાં વિલનના પાત્ર માટે ગમી ગયો. તેમણે પ્રાણને મળવા માટે આવવાનું કહ્યું. પરંતુ પ્રાણે તે સમયે એટલો ભાવ ન આપ્યો. થોડા સમય બાદ વલી મોહમ્મદ પોતે પ્રાણને મળવા માટે પહોંચ્યા અને કહ્યું કે તેઓ તેમને મળવા કેમ ન આવ્યા. પ્રાણ સાહેબે પૂછ્યું કે શું કારણ છે તો વલી મોહમ્મદે કહ્યું કે મારી  ફિલ્મમાં કામ કરશો? ખુબ મનામણા બાદ આખરે પ્રાણ સાહેબે હા પાડી અને વલી મોહમ્મદની ફિલ્મ યમલા જટ દ્વારા પ્રાણસાહેબે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી મારી. 

પ્રાણ સાહેબ જ્યારે ભાગલા બાદ મુંબઈ ગયા તો આર્થિક સંકડામણમાં રહ્યા બાદ તેમને જિદ્દી ફિલ્મની ઓફર મળી. તેમની સાથે દેવ આનંદ હતા. ફિલ્મ પણ હીટ રહી અને પ્રાણ સાહેબને ઢગલો ઓફરો મળવા લાગી. પરંતુ એક બાજુ જ્યાં તેમની સફળતા વધી રહી હતી ત્યાં લોકો તેમના વિલનના પાત્રને નફરત કરવા લાગ્યા હતા. તેઓ પોતાની એક્ટિંગમાં એટલા ડૂબી જતા કે લોકો તેમને રસ્તા પર જોઈને ગુંડા કે લફંગા સુદ્ધા કહેવા લાગ્યા હતા. આ પ્રાણ સાહેબનો ખૌફ હતો કે મોંઘાદાટ અભિનેતાઓ પણ તેમની સાથે કામ કરતા ડરતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More