Home> Entertainment
Advertisement
Prev
Next

'ફિલ્મના બદલામાં મને પ્રોડયૂસર-ડિરેક્ટર સાથે રાત વિતાવવાની શરત મૂકવામાં આવી હતી'

Casting Couch of Sai Tamhankar: જાણીતી અભિનેત્રીનો ઘટસ્ફોટ! ફિલ્મોની જાણીતી અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં બોલિવુડમાં થતાં કાસ્ટિંગ કાઉચના ગંદા અનુભવ વિશે જણાવ્યું કે, અહીં આખરે શું ધંધા ચાલે છે. સારા સારા પ્રોડ્યુસર-ડિરેક્ટર પણ અહીં અભિનેત્રીઓ સાથે રાત વિતાવવાની ફિરાકમાં જ હોય છે.

'ફિલ્મના બદલામાં મને પ્રોડયૂસર-ડિરેક્ટર સાથે રાત વિતાવવાની શરત મૂકવામાં આવી હતી'

Casting Couch of Sai Tamhankar: હું ફિલ્મોમાં કામ શોધી રહી હતી. નવી નવી હતી ત્યારે એક વ્યક્તિએ મને ફિલ્મમાં કામની ઓફર આપવા માટે ફોન કર્યો. તેણે ફોનમાં કહ્યુંકે, હું એક નામાંકિત પ્રોડ્યુસરના ત્યાંથી ફોન કરું છું. તમને એક ખુબ સારી ફિલ્મ અપાવી શકું છું. પણ તેમાં તમારે ડિરેકેટર અને પ્રોડ્યુસર સાથે રાત વિતાવવી પડશે...આ એજ અભિનેત્રી છે જે આમિર ખાનની સુપરહીટ ફિલ્મ ગજનીમાં પણ જોવા મળી હતી.

અહીં વાત કરાવામાં આવી રહી છે મરાઠી સિનેમાની ફેમસ અભિનેત્રી સઈ તામ્હણકરની. સઈએ જ્યારે એક અખબારને આપેલાં ઈન્ટરવ્યૂમાં આ ખુલાસા કર્યા ત્યારે ચકચાર મચી ગઈ હતી. સઈએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે ઘણી મહેનત કરી છે, પરંતુ આ દરમિયાન તેને કેટલાક ખરાબ અનુભવોમાંથી પણ પસાર થવું પડયું હતું. કેટલાક પ્રસંગો એવા હતા જ્યારે તેમની સાથે કાસ્ટિંગ કાઉચનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બોલીવુડમાં આ નવું નથી આજ સુધી અનેક હીરોઈનો સાથે આ પ્રકારનું વર્તન થતું આવ્યું છે. ફિલ્મી દુનિયાની રંગબેરંગી ચકાચૌથ પાછળની ડાર્ક સાઈડ બહુ ખતરનાક છે.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સઈએ આવી જ એક ઓફર વિશે વાત કરી હતી. સઈએ કહ્યું હતું કે ‘જ્યારે હું કામ શોધી રહી હતી ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ મને ફોન કર્યો અને કહ્યું ‘મારી પાસે તમારા માટે એક ફિલ્મની ઓફર છે પણ તેમાં એક શરત છે. તમારે દિગ્દર્શક અને નિર્માતા સાથે રાત વિતાવવી પડશે. સામાન્ય રીતે હીરો સાથે પણ રાત વિતાવવી પડે છે પરંતુ તમે છો તેથી હું માત્ર નિર્માતા અને દિગ્દર્શકની જ વાત કરું છું.' તેમની વાત સાંભળીને મેં જવાબ આપ્યો 'તમે તમારી માતાને કેમ મોકલતા નથી?' રાઈએ આગળ કહ્યું ‘આ સાંભળીને તે દસ સેકન્ડ માટે ચૂપ થઈ ગયો. મેં તેને કહ્યું કે મને ફરીથી ફોન કરવાની જરૂર નથી. આ પછી તેણે મને ક્યારેય ફોન કર્યો નથી. 

કેટલીકવાર તમારે ખોટી બાબતો સામે અવાજ ઉઠાવવો પડે છે.'મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલી સઈએ બે ડઝનથી વધુ મરાઠી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કર્યું છે. સઈએ ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી વખતે એક નાટક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ નાટક પછી તેને અભિનયની ઓફર મળી હતી. આ પછી તેણે ૨૦૦૮માં આમિર ખાનની ફિલ્મ 'ગજની' અને સુભાષ ઘાઈની ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ'માં કામ કર્યું છે. આ ફિલ્મોમાં કામ કર્યા બાદ તે ઘણા નાટકોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી. 'આધા—અધૂરા' નાટકમાં તેના સશક્ત અભિનય માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રીની એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી તેણીને એમટીવી શો માટે પસંદ કરવામાં આવી હતી. સઈએ કેટલીક મરાઠી TV સિરિયલોમાં પણ કામ કર્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More