Home> Entertainment
Advertisement
Prev
Next

50 વર્ષ જૂનો બોલિવુડનો આ લવ ટ્રાયેન્ગલનો કિસ્સો આજે પણ એટલો જ હોટ ફેવરિટ છે

Jeetendra-Hema Malini : જીતેન્દ્ર અને હેમાના લગ્નમાં ધર્મેન્દ્ર નશામાં ધૂત પહોંચ્યા અને મોટો હોબાળો થયો!
 

50 વર્ષ જૂનો બોલિવુડનો આ લવ ટ્રાયેન્ગલનો કિસ્સો આજે પણ એટલો જ હોટ ફેવરિટ છે

Jeetendra-Hema Malini : જીતેન્દ્ર... તે સમયના મશહૂર એક્ટર... જીતેન્દ્રના લગ્ન શોભા કપૂર સાથે થયા હતા... પરંતુ તમને ખબર છે..? જીતેન્દ્રના લગ્ન હેમામાલિની સાથે થતા થતા રહી ગયા... મદ્રાસમાં જો તેમના લગ્ન દરમિયાન ધર્મેન્દ્ર ન પહોંચ્યા હોત તો, ખબર નહીં..? આ વાતનો ઉલ્લેખ હેમામાલિનીએ તેની બાયોગ્રાફી ‘હેમા માલિનીઃ બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ’માં કર્યો છે. રિપોર્ટ અનુસાર હેમા માલિની ઘરના લોકો લગ્ન પહેલા ધર્મેન્દ્ર સાથેના સંબંધને લઇ ખુશ ન હતા. તે દરમિયાન હેમાની માતાએ જીતેન્દ્ર સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું. 

જીતેન્દ્રના પરિજનો આ સંબંધને લઇને ખુશ હતા. બન્નેના લગ્નની ખબર મીડિયામાં સામે આવી. ધર્મેન્દ્રને આ વાતની જાણ થતા તે જીતેન્દ્રની ગર્લફ્રેન્ડ શોભાને લઇને સીધા જ લગ્નમાં પહોંચ્યા. હેમા માલિનાના પરિજનોએ ધર્મેન્દ્રને જવા માટે કહ્યું. પરંતુ નશામાં ધૂત ધર્મેન્દ્રએ જવાની ના પાડી. તેમણે હેમા માલિની સાથે એકલામાં વાત કરવાની પરમિશન માંગી. હેમાના પિતાએ થોડીવારની પરમિશન આપી. બાદમાં હેમાએ બહાર આવીને કહ્યું કે, તેમને લગ્ન માટે થોડો ટાઇમ જોઇએ છે. આ સાંભળીને જીતેન્દ્ર અને તેનો પરિવાર ગુસ્સામાં આવ્યો અને કહ્યું કે, નિર્ણય અત્યારે જ લેવો પડશે. જીતેન્દ્રથી આ બેઇજ્જતી સહન ન થઇ અને તે પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયા.

રંગીન મિજાજી ગુજરાતીઓ વારંવાર કેમ થાઈલેન્ડ જાય છે, ત્યાંની ગલીઓમાં એવું તો શું છે?

કહેવાય છે કે હેમા માલિની માટે જિતેન્દ્રના મનમાં પહેલેથી જ સોફ્ટ કોર્નર હતું, આવામાં તેઓ પણ લગ્ન માટે માની ગયા હતા. જોકે, હેમા માલિનીએ જ્યારે જીતેન્દ્રમાં રસ ન દાખવ્યો તો, બંને એકબીજાના ક્લોઝ ફ્રેન્ડ બની ગયા હતા. પંરતુ બંનેની મિત્રતાથી ધર્મેન્દ્ર ખુશ ન હતા. એકવાર તો તેમની ફિલ્મના સેટ પર પહોંચીને બહુ જ હંગામો કર્યો હતો. બાદમાં હેમા માલિનીના માતાએ તેમને જિતેન્દ્રને મળવા માટે રાજી કરી લીધા હતા. તો જિતેન્દ્રનો પરિવાર આ સંબંધને લઈને બહુ જ ખુશ થઈ ગયા હતા. જિતેન્દ્રએ પોતાના પરિવાર માટે ખુશીથી હામી ભરી હતી. પરંતુ આખરે આ સંબંધ લાંબો ચાલ્યો નહતો. 

મસાલા ભરવાનો સમય આવી ગયો ને ત્યાં જ આવ્યા ગૃહિણીઓ માટે ખરાબ સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More