Home> Entertainment
Advertisement
Prev
Next

એક બોલિવૂડ સ્ટારે Salman Khan પર સાધ્યું નિશાન, TWEET કરીને કહી દીધું કે...

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ના ચાહકો તો સોશિયલ મીડિયા પર હંમેશા તેના વખાણ કરતા હોય છે પણ આ વખતે એક બોલિવૂડ એક્ટરે સલમાનની જબરદસ્ત ટીકા કરી છે.

એક બોલિવૂડ સ્ટારે Salman Khan પર સાધ્યું નિશાન, TWEET કરીને કહી દીધું કે...

નવી દિલ્હી : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ના ચાહકો હંમેશા સોશિયલ મીડિયામાં તેના વખાણ કરે છે પણ હાલમાં એક બોલિવૂડ એક્ટરે ટ્વીટ કરીને સલમાનની ઝાટકણી કાઢી છે. બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યુસર કમાલ આર. ખાન (Kamaal R Khan) દ્વારા સલમાનને ટાર્ગેટ બનાવીને આકરી પ્રતિક્રિયા આપી છે. હવે KRKનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. 

કમાલ આર. ખાને (Kamaal R Khan) પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ભાઈ સલમાન ખાન (Salman Khan) લગભગ 34 હજાર લોકોએ આ સર્વે પર વોટ આપ્યો છે અને 56 ટકા લોકોએ મને તમારા કરતા વધારે ઇમાનદાર ગણાવ્યો છે. મને લોકો તમારા કરતા વધારે પ્રેમ કરે છે. તમારા સ્ટારડમનો અંત આવી ગયો છે ભાઈ.

હકીકતમાં  હાલમાં કમાલ આર. ખાને હાલમાં એક સર્વે ટ્વિટ કર્યો હતો. આ ટ્વિટમાં તેણે લોકોને તેની પોતાની વિશ્વસનિયતા વિશે ટ્વીટ કરવાનું કહ્યું હતું. હવે KRKના આ ટ્વીટ પર હકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારના પ્રતિભાવ આવી રહ્યા છે. કમાલ આર. ખાને (Kamaal R Khan) રિયાલિટી શો બિગ બોસ 3થી પોતાની ઓળખ બનાવી હતી. તે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે અને તેના અનેક ફોલોઅર્સ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More