Home> Entertainment
Advertisement
Prev
Next

ફિલ્મ અભિનેતા આસિફ બસરાએ હિમાચલમાં કર્યો આપઘાત, ઘરમાં ફાંસો ખાધો

Asif Basra Committed Suicide: બોલીવુડ અભિનેતા આસિર બસરાએ ગુરૂવારે ધર્મશાળામાં પોતાનો જીવ આપી દીધો છે. તેમના મોતનું કારણ જાણવા મળ્યું નથી. કાંગડાના એસપીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. 
 

ફિલ્મ અભિનેતા આસિફ બસરાએ હિમાચલમાં કર્યો આપઘાત, ઘરમાં ફાંસો ખાધો

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા આસિફ બસરાનું નિધન થયું છે. આથંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમણે ગુરૂવારે આપઘાત કરી લીધો છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળામાં આફિસ બસરાએ પોતાનો જીવ આપી દીધો છે. તેમનું નિધન કઈ રીતે થયું કે તેમણે આત્મહત્યા શું કામ કરી, આ વાતની જાણકારી હજુ મળી નથી. ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી નથી. કાંગડાના એસપી વિમુક્ત રંજને આ ઘટનાની પુષ્ટિ કરી છે. 

અભિનેતા આસિફ બસરાએ કર્યો આપઘાત
આફિસના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. હિમાચલ પ્રદેશના કાંડકાના એસએસવી વિમુક્સ રંજને જણાવ્યુ કે, ફિલ્મ અભિનેતા આસિફ બસરા ધર્મશાળામાં એક ખાનગી પરિસરમાં મૃત મળી આવ્યા. તેમણે ફાંસો ખાસો છે. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળ પર હાજર છે અને પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. 

આસિફ બસરાના મોતની સૂચના મળવા પર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે બસરા છેલ્લા 5 વર્ષથી મૈક્લોડગંજમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની સાથે એક વિદેશી મહિલા પણ રહેતી હતી.

આસિફ બસરાએ પરજાનિંયા, બ્લેક ફ્રાઈડે, વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ, ક્રિષ 3, એક વિલન, મંજુનાથ, જબ વી મેટ, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેમણે ઘણી ટીવી સીરિયલમાં પણ કામ કર્યુ હતુ. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More