Home> Entertainment
Advertisement
Prev
Next

Bigg Boss OTT 3: આ તારીખથી શરુ થશે બિગ બોસ ઓટીટી 3, અનિલ કપૂર જક્કાસ અંદાજમાં કરશે હોસ્ટ

Bigg Boss OTT 3: આ પ્રોમો જોયા પછી બિગ બોસ ઓટીટીના ચાહકોમાં એક્સાઈટમેન્ટ વધી ગઈ છે. આ પ્રોમોની સાથે બિગ બોસ ઓટીટી 3 ની લોન્ચિંગ ડેટ ની ઘોષણા પણ કરી દેવામાં આવી હતી. 

Bigg Boss OTT 3: આ તારીખથી શરુ થશે બિગ બોસ ઓટીટી 3, અનિલ કપૂર જક્કાસ અંદાજમાં કરશે હોસ્ટ
Updated: Jun 09, 2024, 08:45 AM IST

Bigg Boss OTT 3: કંટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગ બોસ ઓટીટી 3 ટૂંક સમયમાં શરૂ થવાનો છે. આ સિઝનની ચર્ચા ઘણા મહિનાથી ચાલી રહી છે. તેવામાં તાજેતરમાં આજે શોનો નવો પ્રોમો વિડીયો મેકર્સ દ્વારા શેર કરવામાં આવ્યો. આ પ્રોમો જોયા પછી બિગ બોસ ઓટીટીના ચાહકોમાં એક્સાઈટમેન્ટ વધી ગઈ છે. આ પ્રોમોની સાથે બિગ બોસ ઓટીટી 3 ની લોન્ચિંગ ડેટ ની ઘોષણા પણ કરી દેવામાં આવી હતી. 

આ પણ વાંચો : Kangana Ranaut ને થપ્પડ મારનાર CISF કર્મીના સપોર્ટમાં ઉતર્યો Vishal Dadlani

આ વખતે બિગ બોસ ઓટીટીમાં હોસ્ટ તરીકે સલમાન ખાન જોવા નહીં મળે. સલમાન ખાનના બદલે અનિલ કપૂર શોને હોસ્ટ કરશે. અનિલ કપૂરના લુકની ઝલક પણ એક પોસ્ટ દ્વારા દેખાડી દેવામાં આવી હતી. 

બિગ બોસ ઓટીટી 3 જીઓ સિનેમા પર 21 જૂનથી સ્ટ્રીમ થશે. ઓટીટી પ્લેટફોર્મે અનિલ કપૂરને ઇન્ટ્રોડ્યુસ કરતા એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે બિગ બોસ ઓટીટી થ્રી નવા હોસ્ટ અનિલ કપૂર રજુ કરશે. અનિલ કપૂર એ પણ બીગ બોસ ઓટીટી સાથે જોડાવાની લઈને ખુશી વ્યક્ત કરી હતી તેને કહ્યું હતું કે તે કંઈક નવું અને રોમાંચક કરવાનો પ્રયાસ કરે છે. બીગ બોસ ઓટીટીમાં તે પોતાની ઊર્જાને 10 ગણી વધારીને કામ કરશે. 

આ પણ વાંચો : સુપરસ્ટાર પિતાની 12 વર્ષની દીકરી પણ સુપરસ્ટાર, અત્યારથી લે છે 1 કરોડ ફી જાણો કોણ છે?

બિગ બોસ ઓટીટી 3  માં કયા કયા કન્ટેસ્ટન્ટ ભાગ લેશે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ જે નામ વિશે ચર્ચા ચાલી રહી છે તે નામ આ પ્રકારે છે. આ નામ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રૈપર આરસીઆર
આશીષ શર્મા
સિંગર નવજીત સિંહ
નિરવૈર પન્નુ
જતિન તલવાર
ખુશી પંજાબન
નિધિ તલવાર
વિવેક ચૌધરી
ચેષ્ટા ભગત
નિખિલ મહેતા
શહજાદા ધામી
અરહાન બહલ
અરમાન મલિક
પાયલ મલિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે