Home> Entertainment
Advertisement
Prev
Next

Bigg Boss 16: પાન, દૂધ-અખબાર વેચ્યા, જાણો કેવી રીતે એક ગરીબ પરિવારમાંથી આવેલો યુવક બિગ બોસ 16માં પહોંચ્યો

'બિગ બોસ 16' ફેમ શિવ ઠાકરે શોમાં એક શક્તિશાળી સ્પર્ધક છે. શિવે આ શોથી ઘર-ઘરનું નામ બનાવ્યું છે, પરંતુ તેના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. શોમાં આવતા પહેલા તેણે બિગ બોસ મરાઠી 2 જીત્યો હતો. આ જીત છતાં તેને એ લોકપ્રિયતા ન મળી પરંતુ હવે બિગ બોસ 16માં તે 3 મહિના વિતાવી ચૂક્યો છે અને દર્શકો પણ તેને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે શિવે ખુબ મુસીબતોનો સામનો કરીને આ જર્ની કરી છે.

Bigg Boss 16: પાન, દૂધ-અખબાર વેચ્યા, જાણો કેવી રીતે એક ગરીબ પરિવારમાંથી આવેલો યુવક બિગ બોસ 16માં પહોંચ્યો

શિવ ઠાકરે બાયોગ્રાફી: 'બિગ બોસ 16' ફેમ શિવ ઠાકરે શોમાં એક શક્તિશાળી સ્પર્ધક છે. શિવે આ શોથી ઘર-ઘરનું નામ બનાવ્યું છે, પરંતુ તેના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. શોમાં આવતા પહેલા તેણે બિગ બોસ મરાઠી 2 જીત્યો હતો. આ જીત છતાં તેને એ લોકપ્રિયતા ન મળી પરંતુ હવે બિગ બોસ 16માં તે 3 મહિના વિતાવી ચૂક્યો છે અને દર્શકો પણ તેને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે શિવે ખુબ મુસીબતોનો સામનો કરીને આ જર્ની કરી છે. ખાસ જાણો શિવ વિશે....

શિવ ઠાકરેના પ્રોફેશનની વાત કરીએ તો તે કોરિયોગ્રાફર અને મોડલ છે. શિવ ઠાકરે બિગ બોસ મરાઠી સીઝન 2 ના વિજેતા રહ્યા છે. આ શો મહેશ માંજરેકરે હોસ્ટ કર્યો હતો.

બિગ બોસ મરાઠી જીત્યા બાદ શિવ લાઇમલાઇટમાં આવ્યો હતો, ત્યાર બાદ જ શિવને સલમાન ખાનના શો બિગ બોસ 16ની ઓફર મળી હતી.

મહારાષ્ટ્રમાં જન્મેલા શિવ ઠાકરે ગરીબ પરિવારમાંથી આવે છે. શિવ તેના પરિવાર સાથે એક ચાલીમાં રહેતા હતા. તેના પિતાની પાનની દુકાન હતી. શિવ બહેન સાથે દૂધ અને વર્તમાનપત્ર વેચતા હતા. 

પરિવારની જવાબદારી લેવા માટે શિવે ડાન્સ ક્લાસ શરૂ કર્યા, જ્યાંથી તેણે સારી કમાણી શરૂ કરી, પછી તેણે ડાન્સ રિયાલિટી શોમાં જવાનું શરૂ કર્યું.

'પઠાણ' ફિલ્મે બીજા દિવસે કરી તાબડતોડ કમાણી, બોક્સ ઓફિસનો આંકડો જોઈ દંગ રહી જશો

TMKOC: 'તારક મહેતા...'ના ટપ્પુની ગર્લફ્રેન્ડ છે એકદમ સુંદર..એક ઝલક જોઈને ધબકારા વધશે

બચ્ચનની નવી ભાડુઆત! કેમ દર મહિને લાખો રૂપિયા ભાડુ ભરીને અમિતાભના ઘરે રહે છે આ હીરોઈન

શિવ રોડીઝ રાઇઝિંગની સેમિફાઇનલમાં પણ પહોંચી ગયો છે. રણવિજય સાથે શિવની આ તસવીરો તેનો પુરાવો છે.

શિવ ઠાકરેનું સાચું નામ શિવ મનોહરરાવ ઉત્તમરાવ ઝીંગુજી ગણુજી ઠાકરે છે.

શિવના શિક્ષણ વિશે વાત કરીએ તો તેણે અમરાવતીથી અભ્યાસ કર્યો. ત્યારબાદ મહારાષ્ટ્રના નાગપુરની જીએચ રાયસોની કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક પૂર્ણ કર્યું.

શિવ ઠાકરે મહારાષ્ટ્રના અમરાવતીમાં પોતાનો ડાન્સ સ્ટુડિયો ચલાવે છે, બિગ બોસ 16માં શિવ રેપર એમસી સ્ટેન સાથેની મિત્રતાને લઈને ચર્ચામાં છે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More