Home> Entertainment
Advertisement
Prev
Next

બેડોળ કાયામાંથી નાજુક નમણી નાર કેવી રીતે બની ભૂમિ પેંડનેકર...આખરે રહસ્ય જણાવી જ દીધું

હાલ બોલિવુડમાં ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) ની વાત કરીએ તો, તેની પાંચેય આંગળીઓ ઘીમાં છે. તેણે ‘દમ લગાકે હઈશા’થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. જેમાં તેણે એક જાડીપાડી યુવતીનો રોલ ભજવ્યો હતો. તેના બાદ તેણે જે પણ ફિલ્મો કરી, તેમાં તે એકદમ ફીટ, પાતળી નાર જેવી નજર આવી. જાડીપાડી યુવતીથી એકદમ ફીટ યુવતી કેવી રીતે બની, તેનું રહસ્ય આખરે ભૂમિએ ખોલી દીધું છે.

બેડોળ કાયામાંથી નાજુક નમણી નાર કેવી રીતે બની ભૂમિ પેંડનેકર...આખરે રહસ્ય જણાવી જ દીધું

નવી દિલ્હી :હાલ બોલિવુડમાં ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) ની વાત કરીએ તો, તેની પાંચેય આંગળીઓ ઘીમાં છે. તેણે ‘દમ લગાકે હઈશા’થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. જેમાં તેણે એક જાડીપાડી યુવતીનો રોલ ભજવ્યો હતો. તેના બાદ તેણે જે પણ ફિલ્મો કરી, તેમાં તે એકદમ ફીટ, પાતળી નાર જેવી નજર આવી. જાડીપાડી યુવતીથી એકદમ ફીટ યુવતી કેવી રીતે બની, તેનું રહસ્ય આખરે ભૂમિએ ખોલી દીધું છે.

અર્જુનના સાત કોઠા જેવા અમદાવાદના રસ્તા પર હોર્ન વગાડવુ હવે ભારે પડી જશે, AMC લાવ્યું નવો નિયમ

ભૂમિનું કહેવુ છે કે, તેણે ક્યારેય પણ કોઈ ડાયેટીશ્યન કે હેલ્થ એક્સપર્ટની કોઈ ટિપ્સ મેળવી નથી. તેણે માત્ર એક જ નિયમનું પાલન કર્યું છે. જે હતું ઘરનું બનાવેલું ખાવાનું ખાઓ. ભૂમિએ કહ્યું કે, પહેલીવાર એક લાઈવ કુકિંગ સેશનમાં સામેલ થવા માટે હું બહુ જ રોમાંચિત છું. કેમ કે, બધા જ જાણે છે કે મને વિવિધ વેરાયટીનું ફૂડ બહુ જ પસંદ છે. હું હંમેશાથી જ સ્વસ્થ બાળકી રહી છું અને મને વ્યક્તિગત રૂપથી ખાવાનું બનાવવું બહુ જ પસંદ છે અને મેં મારી જાતને ક્યારેય ઘી, માખણ વગેરે ખાવાથી રોક્યા નથી.

ડર કઈ બલાનું નામ છે તે યાદ કરાવશે વિક્કી કૌશલની Bhootનું ટ્રેલર, 2.52 મિનીટ સાનબાન ભૂલી જશો

એક્ટ્રેસે આગળ કહ્યું કે, હું હંમેશાથી રિફાઈન્ડ ફૂડથી દૂર રહુ છું અને મારા કાર્બોહાઈડ્રેટ ફૂડને કન્ટ્રોલમાં રાખું છું. મેં ક્યારેય ડાયેટિશ્યન અને હેલ્થ એક્સપર્ટસની સલાહ લીધી નથી. મારા માટે હંમેશાથી મારી મમ્મી ખાવાનું બનાવતી હતી. અમે હંમેશાથી ઘરમા બનાવેલ ખોરાક ખાવાના નિયમનું પાલન કરીએ છીએ. જેને અમે વજન ઘટાડવા માટે જરૂરી માસ્ટરસ્ટ્રોક માનું છું. જો ફિલ્મોની વાત કરીએ તો ભૂમિએ પોતાની આગામી ફિલ્મ દુર્ગાવતીની શુટિંગ શરૂ કરી દીધી છે. આ પહેલા તે ટોયલેટ એક પ્રેમકથા, શુભ મંગલ સાવધાન, લસ્ટ સ્ટોરીઝ, સાંડ કી આંખ, બાલા, પતિ પત્ની ઓર વો જેવી મોટી બિગ બજેટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બોલિવૂડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More