Home> Entertainment
Advertisement
Prev
Next

Bhai Dooj: ભાઈબીજ પર જુઓ ભાઈ-બહેનની સ્ટોરી પર આધારિત આ બેસ્ટ ફિલ્મો

Bhai Dooj: આ ફિલ્મોમાં ભાઈ-બહેન વચ્ચેના સંબંધોનું જોવા મળ્યું જબરદસ્ત બોન્ડિંગ, પોતાના ભાઈ-બહેન સાથે જોઈ લો આ ફિલ્મસ...

Bhai Dooj: ભાઈબીજ પર જુઓ ભાઈ-બહેનની સ્ટોરી પર આધારિત આ બેસ્ટ ફિલ્મો

Bhai Dooj 2023: ભાઈ-બહેનનો સંબંધ એવો હોય છે જેમાં મસ્તી પણ હોય અને એકબીજાને રિસાવવા-મનાવવાનું પણ હોય. આ સાથે લાગણીના સંબંધ પણ હોય છે. ભાઈ-બહેનના સંબંધને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. ભાઈ-બહેનના ખાટા-મીઠા સંબંધો પર ઘણી ફિલ્મો બની છે જેને રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેન સાથે જોઈ શકે છે.

1. જાને તૂ યા જાને નાઃ
આ ફિલ્મમાં ભાઈ-બહેનના સંબંધને ખૂબસુરતીથી દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં જેનેલિયાનું પાત્ર અને તેના ભાઈ પ્રતિક બબ્બરનું પાત્ર એકબીજાથી બિલ્કુલ વિરુદ્ધ સ્વભાવનું હતું પરંતુ બંને એકબીજાને સરળતાથી સમજી લેતા હતા.

2. દિલ ધડકને દોઃ
દિલ ધડકને દો ફેમિલી ફિલ્મ છે, જેમાં રણવીરસિંહ અને પ્રિયંકા ચોપડાએ ભાઈ-બહેનનું પાત્ર ભજવ્યુ હતું. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે સારા અને ખરાબ સમયમાં ભાઈ-બહેન કાયમ એકબીજાની સાથે રહ્યા છે.

3. કાઈપો છેઃ
'કાઈપો છે' બોલિવુડના દિવંગત અભિનેતા સુશાંતસિંહર રાજપૂતની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ આમ તો મિત્રતા પર હતી પરંતુ તેમાં ભાઈ-બહેનના સંબંધને પણ સરસ રીતે દર્શાવવામાં આવ્યો છે.  અમૃતા પુરીએ સુશાંતની બહેનનું પાત્ર ભજવ્યુ હતું અને તેના પાત્રની પ્રશંસા થઈ હતી.

4. નો વન કિલ્ડ જેસિકાઃ
'નો વન કિલ્ડ જેસિકા' રાની મુખર્જીની કારકિર્દીની બેસ્ટ ફિલ્મોમાંથી એક છે. એક રાજનેતા બાર ટેન્ડર ગર્લની હત્યા કરી દે છે, અને તે યુવતી વિદ્યા બાલનની બહેન હતી. બહેનના હત્યારાને પકડવા અને તેને ન્યાય અપાવવા વિદ્યા બાલન સિસ્ટમ સામે લડે છે અને તેનો સાથ આપે છે રાની મુખર્જી.. આ ફિલ્મમાં વિદ્યા બાલનના પાત્રએ તેની બહેનને ન્યાય અપાવવા જે સમર્પણ દર્શાવ્યું છે તે વાત દર્શકોની આંખ ભીની કરી દે છે.

5. ક્વીનઃ
આ ફિલ્મમાં કંગના રનૌતના ભાઈને પ્રોટેક્ટિવ ભાઈ તરીકે દર્શાવવામાં આવે છે. આ ફિલ્મ રક્ષાબંધનના દિવસે સિબલિંગ્સ સાથે જોવા માટેનો બેસ્ટ ઓપ્શન છે.

6. ઈકબાલઃ
આ ફિલ્મમાં શ્ર્વેતા પ્રસાદે શ્રેયસ તલપડેની બહેનનું પાત્ર ભજવ્યુ હતું.  ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક બહેન તેના ભાઈના સપના પૂરા કરવા માટે સતત પ્રયત્ન કરતી રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More