Home> Entertainment
Advertisement
Prev
Next

એક્ટ્રેસને મળી રહ્યા હતા અશ્લીલ મેસેજ, પોલીસ તપાસમાં ઉડી ગયા બધાના હોશ

સેલિબ્રિટીઝનું જીવન આમ તો ઘણું સરળ લાગે છે પરંતુ તેમને તેમના સ્તર પર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત કોઈ સેલિબ્રિટી માટે તેમના ફેન્સ જીવનો ઝંઝાળ બની જાય છે જ્યારે કેટલીક મહિલા સેલિબ્રિટીઓને તેમના ફેન્સના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે

એક્ટ્રેસને મળી રહ્યા હતા અશ્લીલ મેસેજ, પોલીસ તપાસમાં ઉડી ગયા બધાના હોશ

નવી દિલ્હી: સેલિબ્રિટીઝનું જીવન આમ તો ઘણું સરળ લાગે છે પરંતુ તેમને તેમના સ્તર પર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત કોઈ સેલિબ્રિટી માટે તેમના ફેન્સ જીવનો ઝંઝાળ બની જાય છે જ્યારે કેટલીક મહિલા સેલિબ્રિટીઓને તેમના ફેન્સના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં બંગાળી ટીવી એક્ટ્રેસ પાયલ સરકારની સાથે પણ કંઇક આવું જ થયું.

અભિનેત્રી સાથે થયું આવું
લોકપ્રિય બંગાળી ટીવી અભિનેત્રી પાયલ સરકારે એક ફિલ્મ નિર્દેશકના નકલી એકાઉન્ટમાંથી કેટલાક અશ્લીલ મેસેજ મળ્યા બાદ કોલકાતા પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. દિલચસ્પ વાત એ છે કે, ડિરેક્ટરે પણ સોશિયલ મીડિયા પર તેમના નામથી બનાવટી એકાઉન્ટનો ઉપયોગ કરનારાઓ સામે સાયબર સેલમાં ફરિયાદ પણ નોંધાવી છે.

આ પણ વાંચો:- પોતાની આ 5 ઈચ્છા પૂરી કરવા માટે અનુપમાની લાઈફમાં આવ્યો છે અનુજ કાપડિયા, વનરાજનો ખેલ હવે ખતમ

એક્ટ્રેસને મળ્યો મેસેજ
ઝી ન્યૂઝની અંગ્રેજી વેબસાઈટના અહેવાલ મુજબ અભિનેત્રીએ મીડિયાને જણાવ્યું કે તેને જાણીતા ફિલ્મ દિગ્દર્શકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લીધી છે. ટૂંક સમયમાં જ ચેટ પર એક મેસેજ દ્વારા તેમને જાણ કરવામાં આવી કે તેને આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા છે અને પછી તેને એક અશ્લીલ મેસેજ મળ્યો.

આ પણ વાંચો:- Priyanka ને બિકિનીમાં જોઈ Nick થી ના રહેવાયું, હાથમાં છરી અને કાંટાવાળી ચમચી લઈને આ જુઓ શું કરે છે!

ફેક હતી પ્રોફાઈલ
અભિનેત્રીએ તેના ફેસબુક પ્રોફાઇલ પર ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો જ્યાં તેના ફેન્સ અને મિત્રોએ તેને ફિલ્મ નિર્દેશકની પ્રોફાઇલ ચેક કરવાનું કહ્યું હતું. આ પછી તેને સમજાયું કે તે ફેક પ્રોફાઇલ છે. શરૂઆતમાં કોલકાતા પોલીસ સાયબર સેલમાં નોંધાયેલા આ કેસને બાદમાં બેરકપુર પોલીસ કમિશનરેટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:- Ajay Devgan ને ભીડે મારવા લીધો, પિતા અઢીસો ફાઈટર્સ લઈને બચાવવા પહોંચ્યાં! જાણો પછી શું થયું

શું કહ્યું પોલીસે?
ત્યારબાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “તે બારાનગરમાં રહેતી હોવાથી, આ મામલો બેરકપુર પોલીસ કમિશનરેટને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. અમે એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે અને એકાઉન્ટની વિગતો ચકાસી રહ્યા છીએ. અમને આશા છે કે વ્યક્તિ ટૂંક સમયમાં મળી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More