Home> Entertainment
Advertisement
Prev
Next

ધોની અને સચિન બાદ હવે સૌરવ ગાંગુલીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ, દાદાની બાયોપિક પર કામ શરૂ

ગુરૂવારે લવ ફિલ્મ્સ  (Luv Films) એ સૌરવ પર એક બાયોપિક ફિલ્મની જાહેરાત કરી છે. લવ ફિલ્મ્સના સોશિયલ મીડિયા પર આ વાતની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. 
 

ધોની અને સચિન બાદ હવે સૌરવ ગાંગુલીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ, દાદાની બાયોપિક પર કામ શરૂ

કોલકત્તાઃ ભારતીય ક્રિકેટના લેજેન્ડ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુરૂવારે લવ ફિલ્મ્સ  (Luv Films) એ સૌરવ પર એક બાયોપિક ફિલ્મની જાહેરાત કરી છે. લવ ફિલ્મ્સના સોશિયલ મીડિયા પર આ વાતની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. દાદાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપી છે. 

દાદાના નામથી ફેમસ છે સૌરવ
મહત્વનું છે કે સૌરવ ગાંગુલી, જેને દાદાના નામથી પણ ઓળખવામાં આવે છે, નિર્વિદાદ રૂપથી ભારતના સૌથી સફળ અને વિવાદાસ્પદ ક્રિકેટ કેપ્ટનોમાંથી એક રહ્યા છે. બધાના દિલમાં તેમના માટે એક ખાસ જગ્યા છે, તેવામાં સૌરવની કહાનીને મોટા પડદા પર જોવી ફેન્સ માટે એક ટ્રીટ હશે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Luv Films (@luv_films)

રેકોર્ડ અને વિવાદોનો રહ્યો સાથ
મહત્વનું છે કે એક ક્રિકેટરના રૂપમાં 90ના દાયકાથી લઈને વર્તમાનમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ બનવા સુધી, ગાંગુલીના આંતરરાષ્ટ્રીય રેકોર્ડની સાથે-સાથે તેના વિવાદાસ્પદ વલણ માટે પણ સમાન રૂપથી ઓળખવામાં આવે છે. તેમનું જીવન ભારતીય ક્રિકેટમાં સૌથી આકર્ષક ડ્રામા અને મોટા પડદા પર દર્શકો માટે સમાનરૂપથી રોમાંચક હશે. 

લવ અને અંકુર કરશે નિર્માણ
આ બોયોપિકનું નિર્માણ લવ રંજન અને અંકુર ગર્ગ કરશે. લવ ફિલ્મ્સે 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી', 'દે દે પ્યાર દે', 'મંગલ', અને 'છલાંગ' જેવી સફળ ફિલ્મોનું નિર્માણ કર્યુ છે. તો તેમની આવનારી ફિલ્મોમાં રણવીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર લવ રંજનના ડાયરેક્શનમાં બની રહેલી કુત્તે અને ઉફ્ફ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More