Home> Entertainment
Advertisement
Prev
Next

બાહુબલીની 'દેવસેના' ને થઈ દુર્લભ બીમારી...જાણો કેમ લોટપોટ થઈ જાય, અચાનક રોકવું પડે છે શુટિંગ

Anushka Shetty Laughing Disorder: . બાહુબલીમાં દેવસેનાની ભૂમિકા ભજવીને હિન્દી ઓડિયન્સમાં ખુબ લોકપ્રિયતા મેળવનારી અનુષ્કા શેટ્ટીને એક દુર્લભ કહી શકાય તેવી બીમારી થઈ છે.  અનુષ્કાએ પોતાના હેલ્થ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

બાહુબલીની 'દેવસેના' ને થઈ દુર્લભ બીમારી...જાણો કેમ લોટપોટ થઈ જાય, અચાનક રોકવું પડે છે શુટિંગ
Viral Raval |Updated: Jun 26, 2024, 11:09 AM IST

Anushka Shetty Laughing Disorder: દક્ષિણ ભારતની લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શેટ્ટી અંગે એક મોટા અપડેટ સામે આવી રહ્યા છે. બાહુબલીમાં દેવસેનાની ભૂમિકા ભજવીને હિન્દી ઓડિયન્સમાં ખુબ લોકપ્રિયતા મેળવનારી અનુષ્કા શેટ્ટીને એક દુર્લભ કહી શકાય તેવી બીમારી થઈ છે. અનુષ્કાએ પોતાના હેલ્થ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ કહ્યું કે તે લાફિંગ ડિસઓર્ડરનો સામનો કરી રહી છે. જેમાં એકવાર તે હસવાનું શરૂ કરી દે તો હાસ્ય અટકતું જ નથી અને હસતી જ રહે છે. તેને નોર્મલ થવામાં 15-20 મિનિટનો સમય લાગે છે. 

અનુષ્કાને દુર્લભ બીમારી
ઈન્ડિયાગ્લિટ્ઝના રિપોર્ટ મુજબ અનુષ્કા શેટ્ટીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જ્યાં અભિનેત્રીએ કહ્યું કે મને હસવાની બીમારી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ હસવું એક સમસ્યા છે? મારા માટે આ એક પરેશાની છે. જો હું હસવાનું શરૂ કરી દઉ તો 15થી 20 મિનિટ સુધી હાસ્ય અટકતું જ નથી. કોમેડી સીન જોતા કે શૂટ કરતી વખતે હું સાચે હસતા હસતા જમીન પર લોથપોથ થઈ જાઉ છું અને અનેકવાર શુટિંગ પણ રોકવું પડે છે. 

વર્કફ્રન્ટ
અનુષ્કા શેટ્ટીનો જન્મ કર્ણાટકના મેંગ્લોરમાં 7 નવેમ્બર 1981ના રોજ થયો હતો. અનુષ્કા શેટ્ટીએ વર્ષ 2005માં ફિલ્મ સુપર મૂવીથી ફિલ્મી દુનિયામાં ડગ માંડ્યા હતા. ત્યારબાદ અભિનેત્રીએ અનેક તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પોતાની અભિનયકલાના દમ પર ઓળખ બનાવી. અનેક ફિલ્મો બાદ બાહુબલીથી અનુષ્કાને ગ્લોબલ લેવલ પર લોકપ્રિયતા મળી. અભિનેત્રીની વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અનુષ્કાએ પોતાના કરિયરમાં 40થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. છેલ્લે તે Miss Shetty Mr Polishetty માં જોવા મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે