Home> Entertainment
Advertisement
Prev
Next

Axar Patel Wedding Photos: કેમ દરેક ફોટામાં ગલુડિયું હાથમાં રાખીને ફોટા પડાવે છે અક્ષર પટેલ? જાણીને ચોંકી જશો

Axar Patel Wedding: અક્ષર પટેલ વડોદરામાં મંગેતર મેહા પટેલ સાથે લગ્ન કર્યા. બુધવારે અક્ષર અને મેહાની મહેંદી સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે અક્ષરે મેહા પટેલ સાથે ડાન્સ કર્યો હતો. આ દરમિયાન અક્ષરે કુર્તા, પાયજામા-જેકેટ અને મેહાએ લહેંગા પહેર્યો હતો. તેણે ફ્લાવર જ્વેલરીથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. સ્ટાર ખેલાડીઓ 26 જાન્યુઆરીએ લગ્ન કર્યા. 

Axar Patel Wedding Photos: કેમ દરેક ફોટામાં ગલુડિયું હાથમાં રાખીને ફોટા પડાવે છે અક્ષર પટેલ? જાણીને ચોંકી જશો

Axar Patel Wedding: અક્ષર પટેલ હાલ ભારતીય ક્રિકેટ ટીમનો એક ઉભરતો સિતારો છે. હાર્દિક પંડ્યા બાદ અક્ષર પટેલ એક એવો ખેલાડી છે જેને ટીમ હવે ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન આપતી થઈ છે. શરૂઆતમાં સ્પીનર તરીકે ટીમમાં આવેલાં અક્ષરને જ્યારે મોકો મળ્યો ત્યારે તેણે બેટિંગમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવ્યું.  જેના કારણે હાલ અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં ખુબ સરળતાથી સ્થાન મેળવી લે છે.

fallbacks

અક્ષરના હાલ જ લગ્ન થયા છે. તેની કેટલીક સ્પેશિયલ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં એક વાત ઉડીને આંખે વળગે એવી છે. આ તસવીરોમાં લગ્ન દરમિયાન કરાયેલાં ફોટોશૂટમાં પણ અક્ષર પટેલ પોતાના હાથમાં ગલુડિયું લઈને બેઠેલો દેખાય છે. જેમાં તેની પત્ની મેહા પણ તેની સાથે છે. અગાઉ પણ ઘણી તસવીરોમાં અક્ષર અને મેહાએ આ ડોગીને સાથે રાખીને ફોટા પડાવેલાં છે. કહેવાય છેકે, આ ડોગી અક્ષર પટેલનું ફેવરિટ છે. અક્ષરની વાઈફ મેહાને પણ આ ડોગી ખુબ પ્રિય છે. એ જ કારણ છેકે, લગભગ દરેક ફોટામાં અક્ષર અને તેની વાઈફ સાથે આ ડોગી દેખાય છે.

fallbacks

વધુ એક ઈન્ડિયન સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યો છે. ત્યારે અક્ષરના સાથી મિત્રો એટલેકે, ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓ પણ અક્ષરને કહે છેકે, યાર શાદી કે મામલેમેં તુ બહોત લક્કી હૈ....આવું કહેવા પાછળ છે ખાસ કારણ....કેમ અક્ષર પટેલની પત્ની બીજા ક્રિકેટર્સની વાઈફ કરતા છે ખાસ એ પણ જાણો...અક્ષર પટેલ અને મેહા પટેલ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંનેના લગ્ન ગુજરાતી રીતિ-રિવાજ મુજબ થયા. અક્ષર-મેહાએ એક વર્ષ પહેલા સગાઈ કરી હતી.

fallbacks

20 જાન્યુઆરી 2022 ના રોજ, અક્ષર પટેલે મેહા સાથે સગાઈ કરી હતી. એવું માનવામાં આવે છે કે, 26 જાન્યુઆરીએ બંને લગ્ન કર્યા. જો કે ક્રિકેટરે હજુ સુધી જાહેરમાં તેની જાહેરાત કરી નથી. માહી  અક્ષર પટેલ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને માહીના સોશિયલ મીડિયા હેન્ડલ પર અક્ષર સાથે ઘણી તસવીરો છે. મેહા અને અક્ષર એકબીજાની ખૂબ જ નજીકથી બહુ પહેલાથી ઓળખે છે.

fallbacks

ક્રિકેટર્સ તેમના મંગેતર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. તેવી પણ અનેક તસવીરો સામે આવી હતી. રિપોર્ટ્સ મુજબ વેડિંગ સેરેમની ચાર દિવસ સુધી ચાલશે.. ભારતના ક્રિકેટર અક્ષર પટેલે વડોદરામાં લગ્ન કર્યા. વડોદરામાં સેવાસીના કબીર ફાર્મમાં લગ્નની વિધિ યોજાઈ હતી...ટીમમાં બાપુના હુલામણા નામથી જાણીતો છે અક્ષર પટેલ...

fallbacks

ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલની પત્ની મેહા પટેલ પ્રોફેશનલ ડાયટિશિયન છે. મેહા પટેલે ભૂતકાળમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અક્ષર પટેલ સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા. મેહાએ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ઘણા ડાયટ પ્લાન પણ શેર કર્યા છે. આ સિવાય તે હેલ્ધી ડાયટ સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. મેહા પટેલને પણ ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે અને તે ટ્રાવેલિંગ ફોટો શેર કરે છે. અક્ષર પટેલે ગયા વર્ષે તેના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More