Home> Entertainment
Advertisement
Prev
Next

Aryan Khan ના સપોર્ટમાં આવ્યો આ બોલીવુડ સુપરસ્ટાર, લાંબી લચક પોસ્ટ લખીને કરી આ વાત

Aryan Khan ના સપોર્ટમાં આવ્યો આ બોલીવુડ સુપરસ્ટાર, લાંબી લચક પોસ્ટ લખીને કરી આ વાત

ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ  બાદ કિંગ ખાન એન્ડ ફેમિલીના સમર્થનમાં બોલીવુડ ઉતરી પડ્યું છે. જેમાં સુઝાન ખાન, પૂજા ભટ્ટ, સલમાન ખાન, સુનીલ શેટ્ટી, હંસલ મહેતા સહિત અનેક મોટા નામ સામેલ છે. આ જ કડીમાં હવે બોલીવુડના હેન્ડસમ અભિનેત્તા ઋતિક રોશનનું નામ પણ જોડાઈ ગયું છે. ઋતિકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી લચક પોસ્ટ લખીને આર્યન ખાનને સપોર્ટ કર્યો છે. 

ઋતિકે લખ્યું છે કે શાંત રહીને હાલાતોનો ડટીને સામનો કરો. આ તમારા ઉજ્જવળ ભવિષ્યનો પાયો બનશે. ઋતિકે આર્યનની એક તસવીર શેર કરીને લખ્યું કે મારા પ્રિય આર્યન, જીવન એક અનોખી સફર છે. આ શાનદાર છે કારણ કે તે અનિશ્ચિતતાઓથી ભરેલી છે. આ એટલા માટે પણ શાનદાર છે કારણ કે તે તમને અચાનક ઝટડકા આપે છે પરંતુ યાદ રાખો કે ભગવાન દયાળુ છે. તે માત્ર મજબૂત લોકોને જ પરેશાનીઓ અને પડકાર આપે છે. તમે જાણો છુો કે ભગવાને ફક્ત તમને એટલા માટે પસંદ કર્યો છે જેથી કરીને તમે આ દબાણ ઝીલવાનું શીખી શકો. હું માનુ છું કે તમને આ મહેસૂસ પણ થઈ રહ્યું હશે. ગુસ્સો, કન્ફ્યૂઝન, અને અસહાયપણું આ બધુ તમારા અંદરના હીરોને બહાર કાઢવા માટે જરૂરી છે. યાદ રાખજે કે આ જ બધી વસ્તુ તમારી અંદરની સારી વસ્તુઓ, કાઈન્ડનેસ, લવ, કમ્પેશનને પણ  બાળી મૂકશે. તમે પોતે આ તપસ્યામાં હોમાઓ પરંતુ એક લિમિટ સુધી, ભૂલો, જીત, સફળતા આ બધુ સમાન જ છે. બસ તમારે એટલું સમજવાનું છે કે તમારે કઈ વસ્તુને તમારી સાથે રાખવાની છે અને શેને બહાર ફેકવાનું છે. 

ઋતિકે વધુમાં લખ્યું કે હું તમને બાળપણથી જાણું છું. જે પણ તમે અનુભવ કરો, તેને તમારી પાસે સાચવીને રાખજો. આ બધુ ભેટ છે. મારો વિશ્વાસ કરો. જ્યારે પણ તમે આ બધા મામલાને એક સાથે જોશો, હું તમને વચન આપું છું કે તમને આ બધુ સમજમાં આવી જશે. શાંત રહો, ચીજોને સારી રીતે પરખો. આ પળ તમારા આવનારા કાલને નક્કી કરશે અને તમારું કાલ ખુબ જ ઉજ્જવળ છે. જો કે આ માટે તમારે અંધારામાંથી પસાર થવું પડશે. જીવનમાં તમારા અંદરથી આવતી રોશની પર ભરોસો કરો. તમને ખુબ પ્રેમ કરું છું. અત્રે જણાવવાનું કે એક દિવસ પહેલા જ તેની એક્સ વાઈફ સુઝાન ખાન પણ આર્યનના સમર્થનમાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More