Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa છોડી દેશે વનરાજનો સાથ, કાવ્યા સંભાળશે કૈફેની બાગડોર, જાણો અંદરની વાત

‘અનુપમા’ સીરિયલમાં તમે જોયુ કે અનુપમાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. બઘાના મહેણા-ટોણાનો એક એક કરીને અનુપમા જવાબ આપે છે અને કાવ્યાને ઘરની બહાર નીકળી જવાનું કહે છે.

Anupamaa છોડી દેશે વનરાજનો સાથ, કાવ્યા સંભાળશે કૈફેની બાગડોર, જાણો અંદરની વાત

નવી દિલ્લીઃ ટીવિ સીરિયલ ‘અનુપમા’માં અત્યાર સુધી જોયુ કે, વનરાજ પોતાના કૈફેના પેમ્ફલેટ રસ્તા પર વેચી રહ્યો હોય છે. એટલામાં રાખી અને પારિતોષ ત્યાંથી પસાર થાય છે અને વનરાજને પેમ્ફલેટ વેચતા જોઈને હેરાન થઈ જાય છે. રાખી દવે ઘરમાં આવીને બબાલ મચાવી દે છે અને ઘરવાળાઓને મનમાં આવે તેમ બોલવા લાગે છે.

બા આપશે અનુપમાને સાથ:
‘અનુપમા’માં તમે જોશો કે, રાખી શાહ પરિવારને મહેણા મારે છે. બીજીબાજુ પારિતોષ પણ કહેશે કે, તેને પોતાની ફેમિલી પર શરમ આવે છે. કાવ્યા અનુપમા માટે અપશબ્દો બોલે છે. રાખી પણ અનુપમા પર ઈલ્જામ લગાવે છે કે તે જાણી જોઈને વનરાજની નજીક આવવાનો પ્રયાસ કરે છે. આ સાંભળીને બા ગુસ્સાથી લાલઘૂમ થઈ જાય છે. રાખી પણ ફરીથી હંગામો શરૂ કરે છે.

અનુપમાનો ગુસ્સો પહોંચ્યો સાતમાં આસમાન પર:
અનુપમા કાવ્યા (Anupamaa Kavya Fight)ને પૂછે છે કે શું તેને એ વાતથી પ્રોબલેમ છે કે, વનરાજ તેની સાથે કામ કરે છે? અને આ વાતના જવાબમાં કાવ્યા હા પાડે છે. આ વાતને લઈ અનુપમા કાવ્યા અને વનરાજને ઘરની બહાર નીકળી જવાનું કહે છે. આ સાંભળીને કાવ્યાના પગ નીચેથી જમીન સરકી જાય છે. કાવ્યા સમજી જાય છે કે, ભૂલ તેની છે અને તે અનુપમાનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કરે છે. કાવ્યાની સલાહ સાંભળીને અનુપમા તેને ચુપ રહેવાની અને ભવિષ્યમાં પોતાના ચરિત્ર પર સવાલ ન ઉઠાવવાની ચેતવણી આપે છે.

અનુપમા છોડી દેશે વનરાજનો સાથ:
શોના અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે, અમુપમા વનરાજની મદદ કરવાની ના પાડી દેશે. અને આ વાત પર કાવ્યા કહેતી જોવા મળશે કે અનુપમા સાથ આપે કે ન આપે, તે હંમેશા વનરાજની પડખે ઉભી રહેશે.

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો..!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More