Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa: અનુપમામાં થશે મોટો ધમાકો, સામે આવશે વનરાજના બાબુજીનો ભૂતકાળ, થશે મોટા પુત્રની એન્ટ્રી

Anupamaa: અનુપમા સીરિયલમાં વધુ એક મોટો ધમાકો થવાનો છે. વનરાજના બાબુજીનો ભૂતકાળ બધાની સામે આવશે. તેની પત્ની અને મોટા પુત્રની શાહ હાઉસમાં એન્ટ્રી થશે જેના પર વનરાજ ભડકી જશે. 

 Anupamaa: અનુપમામાં થશે મોટો ધમાકો, સામે આવશે વનરાજના બાબુજીનો ભૂતકાળ, થશે મોટા પુત્રની એન્ટ્રી

નવી દિલ્હીઃ અનુપમા સીરિયલ ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. મેકર્સ પ્રયાસ કરી રહ્યાં છે કે દર્શકોનું આકર્ષણ જળવાઈ રહે. આ સમયે શાહ અને કાપડિયા હાઉસમાં પાખી અને અધિકને કારણે બબાલ ચાલી રહી છે. આ વચ્ચે અનુપમા ફરી અભ્યાસ શરૂ કરવાની છે. કેટલાક રિપોર્ટ્સ છે કે અનુપમા સીરિયલમાં કોઈનું મોત થવાનું છે. લેટેસ્ટ અહેવાલ પ્રમાણે શોમાં મોટો ધમાકો થશે. વનરાજના બાબુજીને ભૂતકાળ સામે આવશે. 

અનુજ પર ભડક્યો છે વનરાજ
અનુપમા સીરિયલમાં અત્યારે દેખાડવામાં આવી રહ્યું છે કે અનુજ અને બા ઈચ્છે છે કે પાખીના લગ્ન અધિક સાથે થઈ જાય. વનરાજ આ વાત માટે રાજી નથી. તેને ફરી લાગી રહ્યું છે કે અનુજ તેના બાળકોને છીનવવા ઈચ્છે છે. તો બદનામીથી બચવા માટે બા પણ ઈચ્છે છે કે પાખીના લગ્ન અધિક સાથે થઈ જાય જેથી સમાજ કટાક્ષ ન કરે.  

આ પણ વાંચોઃ Shammi Kapoor Birthday: 150 રૂપિયાના પગારથી શરૂ થયેલી શમ્મી કપૂરની ફિલ્મી સફર

અનુપમા કરશે અભ્યાસ
આ વચ્ચે અનુજ અને અનુપમા મુશ્કેલીથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અનુપમા ફાઇનાન્સનો અભ્યાસ શરૂ કરશે. અનુજ તેનું આઈડી કાર્ડ આપે છે. તે યાદ કરે છે કે કઈ રીતે તેના બાળકો અને પતિ ઓછું ભણેલી હોવા પર ટોણા મારે છે. 

ઘરમાં થશે નવી એન્ટ્રી
આ વચ્ચે નવા ટ્વિસ્ટના સમાચાર પણ આવી રહ્યાં છે. સીરિયલ ગોસિપના રિપોર્ટ પ્રમાણે શોમાં વનરાજના બાબૂજીની પ્રથમ પત્ની અને મોટા પુત્રની એન્ટ્રી થવાની છે. તેને જોઈએ દરેક દંગ રહી જશે. વનરાજ તે વાત પર ભડકી જશે કે તેના પિતાએ તેનાથી આટલું મોટું સત્ય છુપાવ્યું. વનરાજ તેના પિતાને બાબૂજી કહેવાનું બંધ કરી દેશે અને મિસ્ટર શાહ કહીને બોલાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More