Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa: આવશે આ 5 જબરદસ્ત મોટા ટ્વિસ્ટ, જીવનમાં આવશે મોટી ઉથલપાથલ, અનુપમાની ધરપકડ થશે?

 Anupamaa Upcoming Twists:સીરિયલ અનુપમામાં હાલ શાહ અને કાપડિયા પરિવારમાં બબાલ જોવા મળી રહી છે. સમરની વાઈફ ડિમ્પી બા અને આખા શાહ પરિવાર સાથે ઝઘડતી જોવા મળી. તો અનુપમા અને અુજ એક થવા અંગે માયા કાપડિયા હાઉસમાં બબાલ કરતી જોવા મળે છે. જો કે આ મુસીબતો વચ્ચે અનુપમા અમેરિકા જઈ શકે છે કે નહીં તે જોવાનું રહેશે.

Anupamaa: આવશે આ 5 જબરદસ્ત મોટા ટ્વિસ્ટ, જીવનમાં આવશે મોટી ઉથલપાથલ, અનુપમાની ધરપકડ થશે?

Anupamaa latest Episode Twists: સીરિયલ અનુપમામાં હાલ શાહ અને કાપડિયા પરિવારમાં બબાલ જોવા મળી રહી છે. સમરની વાઈફ ડિમ્પી બા અને આખા શાહ પરિવાર સાથે ઝઘડતી જોવા મળી. તો અનુપમા અને અુજ એક થવા અંગે માયા કાપડિયા હાઉસમાં બબાલ કરતી જોવા મળે છે. જો કે આ મુસીબતો વચ્ચે અનુપમા અમેરિકા જઈ શકે છે કે નહીં તે જોવાનું રહેશે. આવનારા એપિસોડમાં અનેક મોટા ટ્વિસ્ટ જોવા મળશે. જે ફેન્સને સીરિયલ જોવા માટે મજબૂર કરશે. 

નકુલ ઈર્ષા કરશે
જ્યારથી માલતી દેવીએ અનુપમાને અમેરિકામાં ડાન્સ એકેડેમીમાં મુખ્ય જવાબદારી આપી છે ત્યારથી નકુલ ઈર્ષામાં બળી રહ્યો છે. તેનો ગુસ્સો એ હદે પહોંચી જશે કે તે અનુપમાને ઘાયલ કરવાનો પ્લાન કરશે. તે એક ફૂલદાનમાં કાંચના ટુકડા મૂકશે અને અનુપમા સાથે સ્પર્ધા કરવા ઉતરશે. આ દરમિયાન અનુપમા ઘાયલ થાય છે અને ત્યારબાદ ગુરુમા માલતી દેવી પૂછશે કે કાંચના ટુકડા ક્યાંથી આવ્યા અને નકુલને સીસીટીવી ફૂટેજ લાવવાનું કહેશે. જેના કારણે નકુલ પરેશાન થતો જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો નકુલની  બળતરા અનુજ જોઈ જશે અને તે તેને પાઠ ભણાવવાની કોશિશ કરશે. 

અનુપમાની ધરપકડ  થશે
અમેરિકા જતા પહેલા અનુપમા માટે માયા નવો પ્લાન બનાવતી જોવા મળશે. હકીકતમાં મીડિયા રિપોર્ટ્સ મુજબ અનુપમાને પોલીસ પકડશે. જેનું કારણ બીજુ કોઈ નહીં પરંતુ માયા હશે. જે બરખા સાથે મળીને અનુપમાને પરેશાન કરતી જોવા મળશે. 

માયાથી પરેશાન થશે અનુજ
હાલ તમે જોઈ રહ્યા છો કે અનુપમાના દૂર જવાના કારણે અનુજ કાપડિયા માયાની હરકતોને સહન કરી શકતો નથી. અનુપમાની કરિયરને નુકસાન પહોંચતું હોવાના કારણે અપકમિંગ એપિસોડમાં તે પોતાનું ધૈર્ય ગુમાવી દેશે. રિપોર્ટ્સનું માનીએ તો અનુપમાને જેલમાં મોકલવાની કોશિશ કર્યા બાદ તે માયાને માનસિક હોસ્પિટલ મોકલવાની યોજના ઘડશે. 

ડિમ્પી બનાવશે પ્લાન
શાહ હાઉસની નાની વહું ડિમ્પી લગ્ન બાદથી જ હંગામો કરતી જોવા મળી રહી છે. જેના કારણે બા તેને અને સમરને ઘરથી જવા માટે પણ કહી દે છે. જો કે તે કાપડિયા હાઉસમાંથી જવાનું પ્લાન કરે છે. પરંતુ બરખા તેને શાહ હાઉસમાં જ રોકાવવાનું કહે છે. અપકમિંગ એપિસોડમાં જોશો કે સમરની વાઈફ ડિમ્પી શાહ પરિવારમાં ફૂટ નાખવાની કોશિશ કરતી જોવા મળશે. એટલું જ નહીં તે સમરને તેના પરિવાર વિરુદ્ધ  ભડકાવતી જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More