Home> Entertainment
Advertisement
Prev
Next

Anupama Spoiler Alert: અનુજની દુલ્હન બનશે અનુપમા, શાહ હાઉસમાં થશે બબાલ

Anupama Spoiler Alert: આજના એપિસોડમાં અનુજને તેના જીવનનું સૌથી મોટું સરપ્રાઈઝ મળવા જઈ રહ્યું છે. પરંતુ આ સાથે જ વનરાજ ફરી એકવાર તેનો ઓરિજનલ રંગ દેખાળવા જઈ રહ્યો છે.

Anupama Spoiler Alert: અનુજની દુલ્હન બનશે અનુપમા, શાહ હાઉસમાં થશે બબાલ

નવી દિલ્હી: રુપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના અને સુધાંશુ પાંડે સ્ટારર ટીવી શોમાં હવે કંઇક એવું થવા જઈ રહ્યું છે જે દર્શકો માટે તો ફૂલ ઓન મનોરંજનનો ડોઝ હશે સાથે જ અનુજ કપાડિયા માટે પણ જીવનની સૌથી મોટી ભેટ હશે. આજના એપિસોડમાં અનુપમાનો જન્મદિવસ ઉજવવામાં આવશે. આ સાથે અનુપમા હાથમાં માળા લઇને અનુજની દુલ્હન બનતી જોવા મળશે. ત્યારે તેની બહેનનો પ્રેમ તેને પરત મળવાનો છે.

શાહ હાઉસમાં થશે ધમાલ
આજના એપિસોડની શરૂઆતમાં આપણે જોઈશું કે અનુપમા, અનુજ માટે કપાડિયા એમ્પાયરની ઓફિસમાં જઈ વનરાજને ટકોર કરશે. ત્યારબાદ જ્યારે તે ઓફિસથી બહાર આવશે તો અનુજ તેને પૂછશે તેમ કેમ ત્યાં ગઈ હતી ત્યારે જવાબ આપશે કે જો તેની જગ્યાએ અનુજ હોત તો શું કરતો. ત્યારબાદ શાહ હાઉસનો સીન દેખાળવામાં આવશે. જ્યાં અનુપમાનો 45 માં જન્મદિવસ પર બાપુજી તેને 45 ગિફ્ટ આપવા જઈ રહ્યા છે. આ બધુ જોઇ બાને ઘણું ખરાબ લાગે છે. પરંતુ કિંજલ, સમર અને પાખી પાર્ટીની તૈયારી કરશે.

દુલ્હન બની આવશે અનુપમા
ત્યારે બીજી તરફ અનુપમાના જવાબની રાહ જોઈ રહેલો અનુજ તેના હાથમાં હીરાની વિંટી લઇને તેને યાદ કરશે. તેણે આ વિંટી ઘણાં સમય પહેલા અનુપમા માટે ખરીદી હતી. અનુજ અનુપમાના સપના જોઈ રહ્યો હોય છે ત્યારે તેની સામે લાગેલી ટીવી સ્ક્રીન પર અનુપમા દુલ્હન બની હાથમાં માળા લઇને સામે આવશે અને તેને પહેરાવી દેશે. જોકે તે અનુજનું સ્વપ્ન હતું. પરંતુ અનુજ- અનુપમા #MaAn ના ફેન્સ માટે આ કોઈ સરપ્રાઈઝથી ઓછું નથી.

માલવિકાને થયો પોતાની ભૂલનો અહેસાસ
અનુજ તેના સ્વપ્નમાં ખોવાયેલો જોવા મળશે ત્યારે તેના ઘરની ઘંટી વાગે છે. તે અનુપમાના આવી તેમ વિચારીને દરવાજો ખોલે છે પરંતુ સામે તેની બહેન માલવિકા જોવા મળશે. તે માલવિકાને ભેટે છે. માલવિકા તેની માફી માગશે અને કહેશે કે તેને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. જે તેણે કરવાનું હતું તે અનુપમાએ કર્યું. તેણે તેના ભાઈ માટે સ્ટેન્ડ લેવાનું હતું પરંતુ અનુપમાએ અનુજ માટે ઝગડો કર્યો.

માલવિકાથી મોટું વચન લેશે અનુજ
અનુજ અને માલવિકા વચ્ચે ઘણી ઇમોશનલ વાતો થશે. આ વચ્ચે માલવિકા કહેશે કે હવે તે આખો વિઝનેસ સંભળાશે અને વનરાજના ઇરાદાઓ પૂરા થવા નહીં દે. પરંતુ આ વખતે માલવિકાની આ વાતને સાંભળ્યા બાદ અનુજ તેને પૂર્ણ કરવાનું વચન પણ લેશે.

બર્થ ડે પાર્ટીમાં થશે બબાલ
ત્યારે આ સાથે આપણે રવિવારના મહાએપિસોડની એક સીન જોશું. જેમાં આપણને જોવા મળશે કે અનુપમા તેના જન્મદિવસની કેક કાપશે. તે સમયે બધાને ખુશ જોઈને વનરાજને બળતરા થાય છે. બધા સેલિબ્રેશન કરતા હશે, આ દરમિયાન અનુજ તેના ફોનમાં કંઈક જોઈને આશ્ચર્યચકિત થઈ જશે.

હવે અનુજે તેના ફોનમાં એવું તો શું જોયું તે મહાએપિસોડમાાં જ જાણવા મળશે. એવું લાગી રહ્યું છે કે વનરાજે છેતરપિંડી કરી કપાડિયા એમ્પાયર પર કબ્જો કરી લીધો છે. અથવા તો ફરી એકવાર તેણે અનુજ વિશે કોઈ અફવા ઉડાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More