Home> Entertainment
Advertisement
Prev
Next

અનુપમ ખેરના માતાને પીએમ મોદીના સ્વાસ્થ્યની ચિંતા, ભાવુક થઈ કહ્યું- આવા પીએમ મળશે નહીં


અભિનેતા અનુપમ ખેર વડાપ્રધાનને હંમેશા સમર્થન કરતા જોવા મળે છે, તેમના માતા પણ પીએમને ખુબ પસંદ કરે છે. એટલે જ આ મુશ્કેલ સમયમાં તેઓ પીએમને લઈને ભાવુક થઈ રહ્યાં છે અને તેમના સ્વાસ્થ્યની કામના કરી રહ્યાં છે. 
 

અનુપમ ખેરના માતાને પીએમ મોદીના સ્વાસ્થ્યની ચિંતા, ભાવુક થઈ કહ્યું- આવા પીએમ મળશે નહીં

મુંબઈઃ કોરોના વાયરસ મહામારીને રોકવા માટે પીએમ મોદીએ દિવસ રાત એક કરી દીધા છે. તેમના આ સમર્પણને જોઈને અનુપમ ખેરના માતા ભાવુક થઈ ગયા છે. અનુપમ ખેરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેમના માતા પીએમ મોદીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું કહી રહ્યાં છે. 

અનુપમ ખેરના માતા થયા ભાવુક
અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરતા લખ્યું, 'આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી. દેશભરની માતાઓની જેમ મારા માતા પણ તમારા અને તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. કહી રહ્યાં છે કે તમે 130 કરોડથી વધુ દેશવાસીઓ માટે પરેશાન છો, પરંતુ તમારૂ ધ્યાન કોણ રાખી રહ્યું છે? આ બોલતા માતાને આસું આવી ગયા. તમારૂ ધ્યાન રાખો. અમે બધા પણ હાથ જોડી રહ્યાં છીએ.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

आदरणीय प्रधानमंत्री @narendramodi ji!! देश भर की माताओं की तरह मेरी माँ भी आपको और आपके स्वास्थ्य को लेकर बहुत चिंतित है। कह रही है आप 130 करोड़ से भी ज़्यादा देशवासियों के लिए परेशान है। लेकिन आपका ख़्याल कौन रख रहा है। ये बोलते बोलते माँ रुआंसी भी हुई। Please take care. हम सब भी हाथ जोड़ रहे है। 🙏🙏🙏

A post shared by Anupam Kher (@anupampkher) on

અનુપમ ખેરના માતાએ પીએમ મોદીને પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવાની સલાહ આપી છે. અનુપમ ખેરના માતા ભાવુક થતાં બોલ્યા- મોદી જી તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આટલા પરેશાન છો અમારા માટે, હું પણ ખુબ પરેશાન છું મોદીજી માટે, તેઓ પણ સ્વસ્થ રહે. આપણને આવા વડાપ્રધાન ક્યારેય નહીં મળે. ભવગાન તેમને સારૂ સ્વાસ્થ્ય આપે, તેઓ આપણી માટે કેટલી દુવા કરે છે. મોદીજી હાથ જોડીને બોલે છે, કોણ બોલે છે વિશ્વમાં હાથ જોડીને? લોકોને સમજાતું નથી.

મહત્વનું છે કે અભિનેતા અનુપમ ખેર વડાપ્રધાનને હંમેશા સમર્થન કરતા જોવા મળે છે, તેમના માતા પણ પીએમને ખુબ પસંદ કરે છે. એટલે જ આ મુશ્કેલ સમયમાં તેઓ પીએમને લઈને ભાવુક થઈ રહ્યાં છે અને તેમના સ્વાસ્થ્યની કામના કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More