Home> Entertainment
Advertisement
Prev
Next

બોલીવુડ વિશે ચોંકાવનારો ખુલાસો! શું કોઈનું મોત થાય તો માતમ મનાવવા માટે પણ પૈસા લે છે કલાકારો? 

પૂર્વ બોલીવુડ એક્ટર અને સ્વિસ મિલિટ્રી વર્લ્ડવાઈડના એમડી અનુજ સાહનીએ માનવ સુબોધ સાથે મળીને બિગ સ્મોલ ટોક નાઓ શોમાં બોલીવુડના ડાર્ક સિક્રેટ વિશે ખુલાસો કર્યો છે.

બોલીવુડ વિશે ચોંકાવનારો ખુલાસો! શું કોઈનું મોત થાય તો માતમ મનાવવા માટે પણ પૈસા લે છે કલાકારો? 

પૂર્વ બોલીવુડ એક્ટર અને સ્વિસ મિલિટ્રી વર્લ્ડવાઈડના એમડી અનુજ સાહનીએ માનવ સુબોધ સાથે મળીને બિગ સ્મોલ ટોક નાઓ શોમાં બોલીવુડના ડાર્ક સિક્રેટ વિશે ખુલાસો કર્યો છે. તેમણે જે જણાવ્યું તેના પર વિશ્વાસ કરવો ખુબ મુશ્કેલ છે. તેમનું કહેવું છે કે બોલીવુડના કલાકારો ફક્ત પાર્ટીઓ, કોન્સર્ટ શો કે લગ્નોમાં જ પરફોર્મ કરવાના પૈસા લે છે એવું નથી પરંતુ તેઓ તો અંતિમ સંસ્કારમાં જવા માટે પણ પૈસા ચાર્જ કરે છે. 

બોલીવુડ સિતારાઓ જ્યાં પહોંચે ત્યાં મીડિયાવાળા આપોઆપ પહોંચી જાય છે. ફેન્સ સ્ટાર્સને ફિલ્મો ઉપરાંત પાર્ટીઓ, મોટા મોટા બિઝનેસમેનના લગ્નો, કોન્સર્ટ્સ વગેરેમાં પણ જુએ છે. આ સાથે જ જો કોઈ મૃત્યુ પામે તો તેમના અંતિમ સંસ્કાર કે પ્રેયર મીટમાં પણ બોલીવુડ સ્ટાર્સ પહોંચતા હોય છે. જેને લઈને અનુજ સહાનીએ આ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે કલાકારો આ માટે મોટી રકમ ચાર્જ કરે છે. 

તેમનો એક વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનુજ કહે છે કે ખબર એ પડી કે મોટા સ્ટાર્સ હોય છે તેમની એક આવક લગ્નોથી થતી હોય છે. તેઓ લગ્નોમાં જાય છે અને ડાન્સ કરે છે. એક તેમની આવક હોય છે અંતિમ સંસ્કાર અને તેરમા પર જવાથી થતી આવક. આ અંગે લોકોને ખબર જ નથી હોતી. 

લગ્નો માટે ચાર્જ કરે છે આટલા કરોડ
સલમાન ખાન, શાહરૂખ ખાન, સહિત અનેક બોલીવુડ કલાકારો અંબાણીની પાર્ટીમાં પરફોર્મ કરતા જોવા મળે છે. જો કે અંબાણીના  ત્યાં તો આ કલાકારો ફ્રીમાં પરફોર્મ કરે છે, પરંતુ પાર્ટીઓ કે મોટા લગ્નોમાં પરફોર્મ કરવા માટે સારા એવા ચાર્જ કરે છે. રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાન આ પ્રકારની ઈવેન્ટ્સ માટે 3 કરોડ રૂપિયા લે છે. 

મીડિયા રિપોર્ટ મુજબ દીપિકા પાદુકોણ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે 1.5 કરોડ રૂપિયા લે છે અને રણવી સિંહ 1.75 કરોડ રૂપિયા લે છે. રણબીર કપૂરની ફી 1.5 કરોડ છે અને આલિયા ભટ્ટ પણ લગભગ એટલો જ ચાર્જ કરે છે. વરુણ ધવન 1 કરોડ રૂપિયા, કેટરીના કૈફ 50 લાખ રૂપિયા, સિદ્ધાર્થ મલ્હોત્રા 50 લાખ રૂપિયા લે છે. પંજાબી સિંગર દિલજીત દૌસાંજની વાત કરીએ તો તે 3 લાખ રૂપિયા એક પરફોર્મન્સના લે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More