Home> Entertainment
Advertisement
Prev
Next

Bigg Boss 17: અંકિતા લોખંડે બિગ બોસ 17ની સૌથી મોંઘી અભિનેત્રી, એક અઠવાડિયાની ફી પણ લાખોમાં

Bigg Boss 17: જોકે છેલ્લા ઘણા સમયથી અંકિતા લોખંડે અને બિગ બોસ 17 ની ચર્ચાઓ ચાલી રહી છે. સામે એવું પણ આવ્યું છે કે અંકિતા લોખંડે બિગ બોસ 17 ની સૌથી મોંઘી સ્પર્ધક છે. એટલે કે તેણે બિગ બોસ 17 માં રહેવા માટે સૌથી મોટી ફી વસૂલ કરી છે. સાથે જ અંકિતા આ શોમાં રહેવા માટે એટલા બધા કપડાં સાથે લઈને આવી છે કે જે પણ ચર્ચાનો વિષય બન્યા છે.

Bigg Boss 17: અંકિતા લોખંડે બિગ બોસ 17ની સૌથી મોંઘી અભિનેત્રી, એક અઠવાડિયાની ફી પણ લાખોમાં

Bigg Boss 17: ટેલીવિઝનની પ્રખ્યાત અભિનેત્રી અંકિતા લોખંડે એ બિગ બોસ 17 માં એન્ટ્રી કરી છે. બિગ બોસ 17 માં અંકિતા પોતાના પતિ વિકી જૈન સાથે મળીને શોના અન્ય સ્પર્ધકો સાથે ગેમ રમતી જોવા મળશે. બિગ બોસ 17 માં વિકી અને અંકિતાએ ધમાકેદાર ડાન્સ કરીને એન્ટ્રી કરી હતી. 

જોકે છેલ્લા ઘણા સમયથી અંકિતા લોખંડે અને બિગ બોસ 17 ની ચર્ચાઓ ચાલી રહી છે. સામે એવું પણ આવ્યું છે કે અંકિતા લોખંડે બિગ બોસ 17 ની સૌથી મોંઘી સ્પર્ધક છે. એટલે કે તેણે બિગ બોસ 17 માં રહેવા માટે સૌથી મોટી ફી વસૂલ કરી છે. સાથે જ અંકિતા આ શોમાં રહેવા માટે એટલા બધા કપડાં સાથે લઈને આવી છે કે જે પણ ચર્ચાનો વિષય બન્યા છે. 

આ પણ વાંચો:

રિયાલીટી શો હોસ્ટ કરી આ કલાકારો કરે છે તગડી કમાણી, ફિલ્મ કરતાં વધુ હોય છે શોની ફી

શાહરુખ ખાનની ફિલ્મ જવાન કયા ઓટીટી પ્લેટફોર્મ પર અને ક્યારે થશે રિલીઝ જાણી લો ફટાફટ

આ તારીખે રિલીઝ થશે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 નું ટ્રેલર, શાહરુખનો તુટશે રેકોર્ડ

અંકિતા લોખંડે પોતાના અભિનય અને ડ્રેસિંગ સેન્સના કારણે પોપ્યુલર છે. બિગ બોસ 17 માં રહેવા માટે અંકિતા પોતાની સાથે 200 જોડી કપડાં લઈને આવી છે. આ વાતનો ઉલ્લેખ શોના હોસ્ટ સલમાન ખાને પણ કર્યો હતો. અંકિતાએ સલમાન ખાનને કહ્યું હતું કે તેણે દરેક ગેમ અને સ્થિતિને ધ્યાનમાં રાખીને કપડા પસંદ કર્યા છે. અંકિતા લોખંડએ સલમાન ખાનને કહ્યું હતું કે તે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી સુંદર બનીને રહેશે અને પછી નાઈટ સૂટમાં જોવા મળશે જેથી તે દરેક ટાસ્કને સારી રીતે પરફોર્મ કરી શકે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંકિતા લોખંડે બિગ બોસ 17 ની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ પણ છે. એક રિપોર્ટ અનુસાર અંકિતા લોખંડેને એક અઠવાડિયાના 12 લાખ રૂપિયા આપવામાં આવશે. જે બિગ બોસ 17 માં આવનાર દરેક કલાકાર કરતાં વધારે છે. 

જણાવી દઈએ કે અંકિતા લોખંડેને ટીવી શો પવિત્ર રિશ્તાથી પોપ્યુલારીટી મળી હતી. આ શોમાં અંકિતા લોખંડે સાથે સુશાંત સિંહ રાજપુત પણ હતો બંને એકબીજાને લાંબા સમય સુધી ડેટ પણ કર્યા હતા. પરંતુ થોડા સમય પછી બંને અલગ થઈ ગયા. ત્યારબાદ સુશાંત સિંહ રાજપુતનું રહસ્યમય સ્થિતિમાં મોત થયું. અંકિતા લોખંડે એ થોડા સમય પહેલા જ વિકી જૈન સાથે લગ્ન કર્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More