Home> Entertainment
Advertisement
Prev
Next

ટોટલ ધમાલે ત્રણ જ દિવસમાં કરી રેકોર્ડ બ્રેકિંગ કમાણી, ભેગા કર્યા આટલા કરોડ

આ ફિલ્મને જબરદસ્ત ઓપનિંગ મળ્યું હતું

ટોટલ ધમાલે ત્રણ જ દિવસમાં કરી રેકોર્ડ બ્રેકિંગ કમાણી, ભેગા કર્યા આટલા કરોડ

નવી દિલ્હી : ફિલ્મમેકર ઇન્દ્રકુમારની લેટેસ્ટ ફિલ્મ ટોટલ ધમાલ રેકોર્ડ બ્રેકિંગ કમાણી કરી રહી છે. આ ફિલ્મને જબરદસ્ત ઓપનિંગ મળ્યું હતું અને તેણે ત્રણ દિવસની અંદર 60 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે. આ ફિલ્મના કલાકારોમાં અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અજય દેવગન, રિતેશ દેશમુખ, અર્શદ વારસી, જાવેદ જાફરી અને ઇશા ગુપ્તાનો સમાવેશ થાય છે. 

જાણીતા ફિલ્મ સમીક્ષક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આ ફિલ્મનું કલેક્શન ટ્વીટ કર્યું છે. 

કંગનાને ટ્રોલ કરનારાઓને પરેશ રાવલે માર્યો કાપો તો પણ લોહી ન નીકળે એવો ટોણો

ધમાલ ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ છે. ફિલ્મને લઈને દર્શકોમાં સારી ઉત્સુકતા છે. બોક્સઓફિસ કલેક્શનના આંકડા મુજબ પહેલા દિવસે ફિલ્મે 16.50 કરોડની કમાણી કરી હતી. આ વીકેન્ડમાં ફિલ્મ સારી કમાણી કરે તેવી આશા છે. ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા છે. આ ફિલ્મની એક્ટિંગની વાત કરીએ તો અનિલ -માધુરીની સતત લડતા પતિ-પત્નીની એક્ટિંગ લોકોને બહુ  હસાવે છે. આ સિવાય અરશદ-જાવેદની જોડી પણ લોકોને પસંદ પડી રહી છે. અજય દેવગન, સંજય મિશ્રા પણ રિતેશ દેશમુખ પણ પડદા પર સારી એક્ટિંગ કરી લે છે. સોનાક્ષી સિન્હા પર શૂટ કરાયેલું સુભાષ ઘાઈની સુપરહીટ ફિલ્મ ‘કર્ઝ’નું ‘પૈસા યે પૈસા’ સોન્ગનું રિમિક્સ સારી રીતે શૂટ કરાયું છે. આમ, જો તમને કોમેડી ફિલ્મો પસંદ હોય તો ટોટલ ધમાલ જોવા જેવી છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More