Home> Entertainment
Advertisement
Prev
Next

AMITABH BACHHAN બનશે SUNNY LEONE ના પાડોશી! આટલી ઉંમરે વળી Big B ને આ શું સુજ્યું?

તમે જોયું હશે કે ઘણીવાર બોલીવુડની હસ્તીઓ તેમને જે લોકો વધારે ગમતા હોય તેમના ઘરની નજીક પોતાનું ઘર રાખતા હોય છે તેમની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. હવે બચ્ચન સાહેબ પણ સન્ની લિયોનીની બાજુમાં ઘર લઈ રહ્યાં છે. આમાં હવે શું સમજવું...

AMITABH BACHHAN બનશે SUNNY LEONE ના પાડોશી! આટલી ઉંમરે વળી Big B ને આ શું સુજ્યું?

નવી દિલ્લીઃ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન એક નવી પ્રૉપર્ટી ખરીદવા જઈ રહ્યા છે. અમિતાભ બચ્ચન પાછલા ઘણા સમયથી પોતાના શાનદાર બંગલા 'જલસા'માં રહી રહ્યા છે. ત્યારે, હવે સમાચાર આવી રહ્યા છે કે BIG Bએ મુંબઈમાં 5,184 સ્કેવર ફૂટની પ્રૉપર્ટી ખરીદી છે. આ એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ છે. જે 27 અને 28માં ફ્લોર પર છે. જેમાં, 6 ગાડિયોની પાર્કિંગને જગ્યા છે.

આટલામાં રૂપિયામાં ખરીદ્યો એપાર્ટમેન્ટ
મળતી માહિતી મુજબ, આ પ્રૉપર્ટીને અમિતાભે ડિસેમ્બર 2020માં ખરીદી હતી. પરંતુ, આ પ્રૉપર્ટીની રજિસ્ટ્રી એપ્રિલ 2021માં થઈ. આ પ્રૉપર્ટીની સ્ટેમ્પ ડ્યુટી માટે અમિતાભે 62 લાખ રૂપિયા ખર્ચયા છે. જ્યારે, તેમને આ પ્રૉપર્ટી 31 કરોડમાં ખરીદી છે. ક્રિસ્ટલ ગૃપના અટલાંટિસ પ્રોજેક્ટમાં તેમણે આ મકાન ખરીદ્યું છે. આજ પ્રોજેક્ટમાં જ સની લિયોનીએ પણ 16 કરોડ રૂપિયાનું ઘર લીધું છે. થોડા સમય પહેલાં જ BMCએ 5 ટકા સ્ટેમ્પ ડ્યુટી ઘટાડીને 2 ટકા કરી છે. જેનો ફાયદો બોલીવૂડના શહેનશાહે લીધો છે. મુંબઈમાં અમિતાભ પાસે પહેલાંતથી 5 બંગલા છે.  

અમિતાભની છે આટલી પ્રૉપર્ટી
અમિતાભનો બીજો બંગલો પ્રતીક્ષા છે. જેમાં, તે પહેલાં રહેતા હતા. ત્રીજો બંગલો જનક છે. જ્યાં BIG Bની ઑફિસ આવેલી છે. ત્યારે, ચોથો બંગલો વત્સ છે. અમિતાભે આ પ્રૉપર્ટીને બેંકને લીઝ પર આપી છે. આ સિવાય અમિતાભ પાસે ગુરુગ્રામ અને ફ્રાન્સમાં પણ એપાર્ટમેન્ટ છે. સાથે જ પ્રયાગરાજમાં અમિતાભનું પૂર્વજોનું ઘર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More