નવી દિલ્હી: નવ્યા નવેલી નંદા (Navya Nanda Naveli) દર વખતે તેની કેઝ્યુઅલ તસવીરોથી તેના ચાહકોનું દિલ જીતે છે. તેણે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર બે બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરંતુ તસવીરો કરતાં પણ તેના પર આવેલી એક કોમેન્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે 'ગલી બોય' ફેમ સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) ને ડેટ કરી રહી છે.
હસતી જોવા મળી નવ્યા
નવ્યાએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી હતી જેમાં તે પલંગ પર બેઠેલી હસતી જોઈ શકાય છે. દીપિકા પાદુકોણ સહિત બોલિવૂડની હસ્તીઓએ તેની તસવીરોના વખાણ કર્યા છે. દીપિકા પાદુકોણે લખ્યું, 'સુંદર.' જ્યારે એક ચાહકે લખ્યું, 'ફેન્ટાસ્ટિક બ્યુટી', જ્યારે બીજાએ લખ્યું, 'બ્યુટીફુલ સ્માઈલ ગર્લ... મિસ નવ્યા.' ત્રીજા યુઝરે લખ્યું, 'નાનૂ પ ગઈ છે... પોતાની ઓળખ બનાવશે... એક દિવસ...'
આ શું લખી દીધું ફેન્સે?
આ દરમિયાન એક યુઝરે કંઈક ભવિષ્યવાણી કરી અને લખ્યું, 'મને લાગે છે કે નવ્યા અને સિદ્ધાંત ચતુર્વેદી બંને ડેટ કરી રહ્યાં છે કારણ કે બંનેએ પોસ્ટ કરી હતી. લગભગ એક જ દિવસના ઓરિગેમી તસવીરો અને વિડિયો અને જ્યારથી સિદ્ધાંત અને દીપિકા એક સાથે ફિલ્મ કરી રહ્યા છે, તેઓએ તેમની તસવીરો પર કોમેન્ટ્સ પણ કરી છે.
મામાની ફેવરિટ છે નવ્યા
થોડા દિવસો પહેલા નવ્યાના જન્મદિવસ પર, મામા અભિષેક બચ્ચને તેના માટે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું, 'હેપ્પી બર્થડે માય ડિયર નવ્યા! તે મહિલા પર ગર્વ છે જે હવે મોટી થઇ ગઇ છે. હું તને પ્રેમ કરું છુ. @navyananda.' નોટની સાથે તેમણે નવ્યાની બાળપણની તસવીર પણ પોસ્ટ કરી છે. નવ્યાને તેની માતા શ્વેતા તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી હતી.
કરે છે આ કામ
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી નવ્યા પ્રોજેક્ટ નવેલીની સ્થાપક છે, એક NGO કે જેનો ઉદ્દેશ્ય મહિલાઓને સંસાધનો અને તકોની પહોંચ આપીને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે. જે આર્થિક અને સામાજિક સશક્તિકરણમાં પણ મદદરૂપ છે. કહેવાની જરૂર નથી કે સુંદર નવ્યા બોલિવૂડમાં પ્રવેશ્યા પહેલા જ હેડલાઈન્સ બની ચૂકી છે. તેના ફેન્સ તેને મોટા પડદા પર જોવાની રાહ જોઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે