Home> Entertainment
Advertisement
Prev
Next

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, હોસ્પિટલમાંથી મળી રજા

બોલિવુડ મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ તેમના ઘરે પરત ફરી રહ્યાં છે. અભિષેક બચ્ચને ટ્વિટ કરી સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી.

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, હોસ્પિટલમાંથી મળી રજા

નવી દિલ્હી: બોલિવુડ મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ તેમના ઘરે પરત ફરી રહ્યાં છે. અભિષેક બચ્ચને ટ્વિટ કરી સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, 11 જુલાઇના રોજ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યાં બાદ તેમને તાત્કાલિક નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનની સાથે તેમનો પુત્ર અભિષેક બચ્ચન, વહુ એશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

આ પણ વાંચો:- Sushant Suicide Case: ક્યાં છે સુશાંતનો મિત્ર, ફોન પણ સ્વિચ ઓફ? SITના રડાર પર પિઠાની

જો કે, બચ્ચન પરિવારની વહુ અને એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચનને 27 જુલાઇના રોજ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા નાણાવટી હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. કોરોના પોઝિટિવ થયાના 5 દિવસ બાદ એશ્વર્યા અને આરાધ્યા નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને 10 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More