Home> Entertainment
Advertisement
Prev
Next

એક એવી ફિલ્મ જેમાં 'માસી બા' બનવા અમિતાભ તલપાપડ, સ્ટોરી જાણીને લાગશે આંચકો

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે પણ આગવો ચાહકવર્ગ છે. હવે સમાચાર પ્રમાણે અમિતાભે ફરીવાર એક ધમાકેદાર રોલ કરવા માટે કમર કસી લીધી છે.

એક એવી ફિલ્મ જેમાં 'માસી બા' બનવા અમિતાભ તલપાપડ, સ્ટોરી જાણીને લાગશે આંચકો

નવી દિલ્હી : બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે પણ આગવો ચાહકવર્ગ છે. હવે સમાચાર પ્રમાણે અમિતાભે ફરીવાર એક ધમાકેદાર રોલ કરવા માટે કમર કસી લીધી છે. હવે અમિતાભ પોતાની આગામી ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર એટલે કે 'માસી બા'ના રોલમાં જવા મળશે. હવે અમિતાભની એન્ટ્રી અક્ષયકુમારની એક જબરદસ્ત થ્રિલર ફિલ્મમાં થવાની છે. આ ફિલ્મ તેલુગુ સુપરહિટ 'કંચના'ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં લીડ રોલમાં અક્ષયકુમાર અને કિયારા અડવાણી છે. 

શ્રીદેવીના દીકરીએ આ હેન્ડસમ માટે શાહરૂખના દીકરા પર મારી દીધી ચોકડી

'કંચના'ની હિન્દી રિમેકનું નામ 'લક્ષ્મી બોંબ' રાખવામાં આવ્યું છે. ગઈ કાલે સાંજે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે. અમિતાભ આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડરનો રોલ કરશે. મેકર્સે આ વાતની હજી સત્તાવાર જાહેરાત નથી કરી પણ સમાચાર છે કે નિર્માતા બહુ જલ્દી આ વાતની જાહેરાત કરશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર એવા વ્યક્તિનો રોલ ભજવી રહ્યો છે જેનામાં એક ટ્રાન્સજેન્ડરની આત્મા રહેલી છે. 

fallbacks

ઓરિજનલ ફિલ્મ 'કંચના'ને રાઘવ લોરેન્સે ડિરેક્ટ કરી હતી અને એની રિમેકને પણ તેઓ જ ડિરેક્ટ કરી રહ્યા છે. શનિવારે કિયારા અડવાણીએ એક તસવીર શેયર કરીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપી હતી. શનિવારે આ ફિલ્મના શૂટિંગનો પહેલો દિવસ હતો. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More