Home> Entertainment
Advertisement
Prev
Next

Twitter પર અમિતાભ બચ્ચને બનાવ્યા 40 મિલિયન ફોલોઅર્સ, ફેન્સે આપી શુભેચ્છા


અમિતાભ બચ્ચને હાલમાં ટ્વીટર પર 40 મિલિયન ફોલોઅર્સ બનાવી લીધા છે. સોશિયલ મીડિયા પર તેમની આ સિદ્ધિ પર ફેન્સ શુભકામના આપી રહ્યાં છે. 

Twitter પર અમિતાભ બચ્ચને બનાવ્યા 40 મિલિયન ફોલોઅર્સ, ફેન્સે આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચન તે બોલીવુડ અભિનેતામાંથી છે જેમની ફિલ્મો જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ તેમના ફેન ઓલોઇંગની સંખ્યા દરરોજ વધારે છે. હાલમાં અમિતાભ બચ્ચને ટ્વીટર પર 40 મિલિયન એટલે કે 4 કરોડ ફોલોઅર્સ બનાવી લીધા છે. સોશિયલ મીડિયા પર તેમની આ સિદ્ધિ પર ફેન્સ તેમને શુભેચ્છા આપી રહ્યાં છે. 

ફેન્સ તેમને 40 મિલિયન ફોલોઅર્સ બનાવવા પર પોત-પોતાની રીતે શુભેચ્છા આપી રહ્યાં છે. વર્તમાનમાં અમિતાભના ટ્વીટર એકાઉન્ટને 40,002,202 લોકો ફોલો કરે છે. તેમના ફોલોઅર્સમાં સામાન્ય માણસથી લઈને મોટા-મોટા સુપરસ્ટાર અને નેતાગણ પણ સામેલ છે. અમિતાભ હંમેશા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તસવીરો કે કવિતાઓ શેર કરતા રહે છે. તો ઇન્સ્ટાગ્રામ પર પણ બચ્ચનના 14.1 મિલિયન ફોલોઅર્સ છે. 

આ ફિલ્મોમાં જોવા મળશે અમિતાભ
અમિતાભ બાદ બોલીવુડના સ્ટાર શાહરૂખ ખાન પણ 39.8 મિલિયન ફોલોઅર્સ દ્વારા ટ્વીટર પર ફોલો કરવામાં આવે છે. વર્ક ફ્રંટ પર અમિતાભ બચ્ચન આગામી ફિલ્મો ગુલાબો સિતાબો, બ્રહ્માસ્ત્ર અને ઝુંડમાં જોવા મળશે. ઝુંડનું ટીઝર પણ સામે આવી ચુક્યું છે. 

આ ફિલ્મમાં અમિતાભ એક ફુટબોલ કોચની ભૂમિકામાં જોવા મળશે, જે ગરીબ બાળકોને પ્રેરિત કરી એક ફુટબોલ ટીમની શરૂઆત કરે છે. આ ફિલ્મનું દિગ્દર્શન મરાઠી ફિલ્મકાર નાગરાજ મંજુલે કરી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ નાગપુરમાં થયું છે. સોમવારે અમિતાભે ફિલ્મના એક પોસ્ટરને રિલીઝ કર્યું હતું. પોસ્ટરમાં તેઓ એક ઝુપડપટ્ટીની સામે ઉભેલા જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More