Home> Entertainment
Advertisement
Prev
Next

ટ્રોલર્સે બિગ બીના કેરળ ડોનેશન પર ઉઠાવ્યા સવાલ, મળ્યો આ જવાબ

પૂર બાદ કેરલની અસ્ત-વ્યસ્ત થઈ ગયેલી જિંદગીને પાટા પર લાવવા માટે ઘણા બોલીવુડ અભિનેતા-અભિનેત્રીઓ પૂર પીડિતોની મદદ માટે દિલ ખોલીને દાન આપી રહ્યાં છે. કેરલને 51 લાખ રૂપિયાનું દાન કરનારા અમિતાભ બચ્ચનને જ્યારે એક ટ્રોલે ડોનેશનને લઈને સવાલ કર્યો તો બિગ બીએ પોતાના અંદાજમાં તેને જવાબ આપ્યો છે. 

ટ્રોલર્સે બિગ બીના કેરળ ડોનેશન પર ઉઠાવ્યા સવાલ, મળ્યો આ જવાબ

મુંબઈઃ કેરળમાં પૂરને કારણે મચેલી તબાહીએ ત્યાંની જિંદગીઓને અસ્ત-વ્યસ્ત કરી દીધી છે. વિશ્વભરના લોકો અને સંસ્થાઓ કેરલની મદદ માટે આગળ આવ્યા છે. આ મુશ્કેલ સમયમાં કેરલની મદદ માટે બોલીવુડ પણ આગળ આવ્યું છે. ઋતિક રોશનથી લઈને સુશાંત સિંહ રાજપૂત સુધી ઘણા સિતારાઓએ કેરલ પૂર પીડિતોને મદદ માટે ડોનેશન આપ્યું છે. 

પરંતુ કેટલાક લોકો સિતારાઓના ડોનેશનને લઈને સવાલ ઉઠાવી રહ્યાં છે. હાલમાં જ બિગ બીએ ટ્વીટર પર પોતાના એક રેકોર્ડિંગ સ્ટૂડિયોની તસ્વીર પોસ્ટ કરી છે. આ તસ્વીર તેમના આવનારા શો KBCના શૂટિંગ દરમિયાનની છે. તેમની આ તસ્વીર પર ફેન્સના ઘણા રિએક્શન આવ્યા છે પરંતુ એક ટ્રોલે અમિતાભ બચ્ચનની આ તસ્વીર પર કોમેન્ટમાં સવાલ પૂછ્યો- કેરલને ડોનેશન આપ્યું? અમિતાભે પણ આ ટ્રોલરને જવાબ આવ્યો. બિગ બીએ પણ સવાલની જેમ જવાબ આપતા કહ્યું- જી આપ્યું... તમને ખબર પડી ગઈ... તમે આપ્યું શું? 

fallbacks

ઉલ્લેખનીય છે કે કેરલની મદદ માટે અમિતાભ બચ્ચેને 51 લાખ રૂપિયાનું દાન કર્યું છે. આ સાથે તેમણે પોતાની પર્સનલ વસ્તુઓ પણ કેરલની મદદ માટે દાન કરી છે. તેમાં તેમના 80 જેકેટ્સ, 25 પેન્ટ, 20 શર્ટ અને 40 જૂતાની જોડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More