Home> Entertainment
Advertisement
Prev
Next

Video: અમિતાભ બચ્ચન અને ચિરંજીવી સ્ટારર 'સે રા નરસિંહા રેડ્ડી'નું ટીઝર રિલીઝ

આ ફિલ્મ એક એવા યોદ્ધા ઉય્યાલાવાદા નરસિમ્હા રેડ્ડીની કહાની છે, જેણે અંગ્રેજો વિરુદ્ધ સૌથી પહેલા જંગની શરૂઆત કરી હતી.
 

Video: અમિતાભ બચ્ચન અને ચિરંજીવી સ્ટારર  'સે રા નરસિંહા રેડ્ડી'નું ટીઝર રિલીઝ

નવી દિલ્હીઃ 'બાહુબલી'ની સાથે સિનેમાઘરોમાં ધમાલ મચાવ્યા બાદ હવે સાઉથની વધુ એક મલ્ટીસ્ટારર ફિલ્મ સિનેમાઘરોમાં ધમાલ મચાવવા તૈયાર છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ચિરંજીવી સ્ટારર 'સેરા નરસિંહા રેડ્ડી'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મની ઝલક શાનદાર લાગી રહી છે. આ ફિલ્મમાં ચિરંજીવી સિવા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, ભોજપુરી સિનેમાનો રવિકિશન પણ જોવા મળશે. 

આ ફિલ્મ એક એવા યોદ્ધા ઉય્યાલાવાદા નરસિમ્હા રેડ્ડીની કહાની છે, જેણે અંગ્રેજો વિરુદ્ધ સૌથી પહેલા જંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન નરસિંહા રેડ્ડીના ગુરૂની ભૂમિકામાં જોવા મળશે. સિરીઝ થયેલા આ ટીઝરમાં ફિલ્મના મહત્વના પાત્રોની ઝલક દેખાડવામાં આવી છે. ચિરંજીવી, નરસિંહા રેડ્ડીની ભૂમિકામાં દમદાર લાગી રહ્યો છે. જુઓ આ ફિલ્મનું ધમાકેદાર ટીઝર- 

મહત્વનું છે કે આ મલ્ટીસ્ટારર ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. એટલે કે આ મલ્ટીસ્ટારર ફિલ્મની ટક્કર સિનેમાઘરોમાં યશ રાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ 'વાર' સામે થશે. વારમાં ઋૃતિક રોષન અને ટાઇગર શ્રોફ જેવા બે એક્શન હીરોની ટક્કર જોવા મળશે. આ બે મેગા ફિલ્મો સિવાય સિદ્ધાર્થ મલહોત્રા અને તારા સુતારિયા સ્ટારર 'મરજાંવા' પણ આ દિવસે રિલીઝ થવાની છે. એટલે કે 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં મોટી ટક્કર જોવા મળશે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More