Home> Entertainment
Advertisement
Prev
Next

આમિર ખાન કેમ કહી રહ્યો છે બિગ બીને સોરી! જાણો શું છે કારણ...

અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કોન બનેગા કરોડપતિ’ના સેટની છે, તો કહીં શકાય છે કે ટૂંક સમયમાં ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના આ બન્ને ‘ઠગ’ કેબીસીના મંચ પર સાથે જોવા મળશે.

આમિર ખાન કેમ કહી રહ્યો છે બિગ બીને સોરી! જાણો શું છે કારણ...

નવી દિલ્હી: જો સોશિયલ મીડિયા પર કોઇ મોટો સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચનને સોરી બોલે તો દિમાગમાં ઘણા પ્રકારના સવાલો આવવું કાયદેસર વસ્તુ છે, એમાં પણ જો સોરી બોલનાર હોય મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન તો વાત વધારે વિચિત્ર લાગી શકે છે. ગુરૂવાર સાંજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી આમિર ખાને અમિતાભ બચ્ચનની સાથે એક તસવીર શેર કરતા તેમની માફી માંગી છે. પરંતુ તસવીર જોઇને તમે સમજી જશો કે માફી માંગવાનું કારણ પણ તમને ઘણું મનોરંજન કરાવનારૂ છે.

વાંચવા માટે ક્લિક કરો: ‘બધાઇ હો’માં નીના ગુપ્તા નહીં, આ એક્ટ્રેસ હતી ડાયરેક્ટરની પ્રથમ પસંદગી

આ તરવીર અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કોન બનેગા કરોડપતિ’ના સેટની છે, તો કહીં શકાય છે કે ટૂંક સમયમાં ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના આ બન્ને ‘ઠગ’ કેબીસીના મંચ પર સાથે જોવા મળશે. ત્યારે નક્કી છે કે આ ફિલ્મ વિશે ઘણી વાતો ટૂંક સમયમાં આવતા આ એપિસોડમાં જાણવા મળી શકે છે. જોઇ શકાય છે કે આ બન્ને કલાકારો એકબીજા સાથે ખુબ જ ખુશ અને ઉત્સાહીત જોવા મળી રહ્યા છે.

fallbacks

(આ તસવીર શેર કરતા આમિર બોલ્યો બિગ બીને સોર, ફોટ સાભાર: ટ્વિટર @aamir_khan)

આમિર ખાન આ કારણથી બોલ્યો સોરી
આ તસવીરને શેર કરતા આમિર ખાને બિગ બીને સોરી બોલ્યો છે. સાથે લખ્યું હતું કે, ‘મારી બધી ફરમાઇશો માટે માફ કરો, હું પોતાના પર કંટ્રોલ કરી શકતો ન હતો. આ વાતથી સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે કે આમિર ખાને આ શોમાં અમિતાભ બચ્ચનથી ઘણી ફરમાઇશોની હઠ કરીને પૂરી કરાવી છે.’ તો આપણને પણ આ શોમાં અમિતાભ બચ્ચનની તે બધી કલાકારીઓ જોવા મળશે જે કદાચ આમિરની હઠ વગર સંભવ ન હતી.

તમને જણાવી દઇએ કે બન્ને દિગ્ગજ કલાકાર ટૂંક સમયમાં ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ એક સાથે જોવા મળશે. આ એપિક એક્શન-એડવેન્ચર ફિલ્મ બ્રિટિશ લેખક અને સંચાલક ફિલિપ મીડોઝ ટેલરના 1839ના નવલકથા ‘ફંકેશંસ ઓફ એ ઠગ’ (Confessions of a Thug) પર આધારિત છે. તેમાં એક એવા ઠગની વાર્તા છે જેનું ગેન્ગ 19મી સદીની શરૂઆતમાં બ્રિટિશ ભારતમાં અંગ્રેજો માટે ઘણો માથાનો દુખાવો બની ગયો હતો. જ્યારે આ નવલકથા પ્રકાશિત કરવામાં આવી, ત્યારે તે તેની રસપ્રદ કથાના કારણે 19 મી સદીની શરૂઆતમાં બ્રિટનની બેસ્ટ-સેલર નવલકથા બની હતી.

બોલીવુડના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More