Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : એકાએક રોઈ પડી આલિયા, ઇમોશનલ વીડિયોમાં કહ્યું SORRY

વીડિયોમાં શેયર કર્યા મોટી બહેન સાથેના સંબંધો

VIDEO : એકાએક રોઈ પડી આલિયા, ઇમોશનલ વીડિયોમાં કહ્યું SORRY

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની સૌથી નજીક તેની બહેન શાહીન ભટ્ટ છે. શાહીન એક તબક્કે ડિપ્રેશનનો ભોગ બની હતી અને આલિયા હજી આ તબક્કો ભુલી નથી. હાલમાં આલિયાએ પોતાની બહેન માટે ઈન્સ્ટાગ્રામ પર ચાર વીડિયો મેસેજ પોસ્ટ કર્યા છે, જેમાં તે શાહીનની માફી માગતા ઘણી ઈમોશનલ થઈ ગઈ.

#MeToo : વિક્કી કૌશલના પિતા પર લાગ્યો ગંદો આરોપ, મહિલાએ કહ્યું કે....

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Dear Shaheen.. 💫

A post shared by Alia ✨⭐️ (@aliaabhatt) on

તાજેતરમાં જ આલિયાની મોટી બહેન શાહીને ડિપ્રેશન સામેની પોતાની લડાઈ અંગે પુસ્તક ‘I’ve Never Been (Un)happier’ લખ્યું છે. આ પુસ્તકને આલિયાએ વાંચી ત્યારે તેણે શાહીનની સ્ટ્રગલ્સ વિશે ઊંડાણપૂર્વક જાણવા મળ્યું. આનાથી તે ખૂબ જ પ્રભાવિત થઈ. આલિયાએ સોશિયલ મીડિયા પર ચાર વીડિયો પોસ્ટ કરી પોતાની ભાવનાઓ રજૂ કરી. તેણે જણાવ્યું કે, કેવી રીતે તેને બાળપણની વાત યાદ છે જ્યારે શાહીન હંમેશા ખુશ દેખાતી હતી. ત્યાં સુધી કે, અત્યારે પણ જ્યારે તે ઘરે આવે છે ત્યારે શાહીનની આંખોની ચમક જોઈ તેનો તમામ થાક અને નેગેટિવ ફીલિંગ્સ દૂર થઈ જાય છે.

#MeToo : આલોક નાથે પોતાના પર લાગેલા આરોપોનો આપ્યો 'આ' જવાબ

પુસ્તક વિશે વાત કરતા આલિયાએ કહ્યું કે, મેં આ પુસ્તક વાંચ્યું. મને એ વાતનો અફસોસ છે કે, હું 25 વર્ષથી તમારી સાથે રહું છું તેમ છતાં તમારી ડિપ્રેશનની લડાઈ વિશે જાણી શકી નહીં. મેં ક્યારેય તે નાની-નાની ચેતવણીઓ પર ધ્યાન આપ્યું નહીં.આલિયાએ શાહીનની માફી માગી. આ દરમિયાન તે એટલી ઈમોશનલ થઈ ગઈ કે, તેની આંખો ભીની થઈ ગઈ અને તેને મેસેજ આપવામાં મુશ્કેલી થવા લાગી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More