Home> Entertainment
Advertisement
Prev
Next

નવા વર્ષે રિલીઝ થશે અક્ષય ખન્નાની ફિલ્મ, આ પાત્રમાં જોવા મળશે

બોલીવુડ એક્ટર અક્ષય ખન્ના હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ સબ કુશલ મંગલને લઇને ચર્ચામાં છે. ફિલ્મ આગામી વર્ષની શરૂઆતમાં રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય ખન્ના ઉપરાંત પ્રિયાંક શર્મા અને રવિ કિશન પણ છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યું દરમિયાન ફિલ્મ વિશે વાત કરી હતી. 

નવા વર્ષે રિલીઝ થશે અક્ષય ખન્નાની ફિલ્મ, આ પાત્રમાં જોવા મળશે

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર અક્ષય ખન્ના હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ સબ કુશલ મંગલને લઇને ચર્ચામાં છે. ફિલ્મ આગામી વર્ષની શરૂઆતમાં રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય ખન્ના ઉપરાંત પ્રિયાંક શર્મા અને રવિ કિશન પણ છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યું દરમિયાન ફિલ્મ વિશે વાત કરી હતી. 

અક્ષય ખન્નાએ ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ એક રોમેન્ટિક કોમેડી છે અને ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે. તેની કહાણીમાં ત્રણ પાત્રો પર રચવામાં આવી છે. તમને જણાવી દઇએ કે કામ કરવાની સાથે અક્ષય ખન્ના તેમાં પ્રેજેન્ટર તરીકે પણ જોવા મળશે. આ ફિલ્મના સિલેક્શનને લઇને પૂછવામાં આવેલા સવાલ પર અક્ષય ખન્નાએ કહ્યું કે ક્યારેય તમારે યોગ્ય સ્ક્રિપ્ટ માટે રાહ જોવી પડે છે અને આવું હંમેશા થયું નથી તમને બેક ટુ બેક ફિલ્મો મળતી રહેશે. 

આ ફિલ્મ સાથે પદ્મીની કોલ્હાપુરીના પુત્ર પ્રિયંક શર્મા પોતાના બોલીવુડ ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મ વિશે તેમણે કહ્યું કે આ એક ઓલરાઉન્ડર ફિલ્મ છે અને તેમાં દરેક પ્રકારની વસ્તુ છે. પ્રિયાંકે પણ આ પરિવાર સાથે જોઇ શકાય તેવી ફિલ્મ છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ ખૂબ સ્પષ્ટ અને પ્યારી છે. આ ફિલ્મ તમને એક અલગ જ દુનિયામાં લઇને જાય છે. 

નવા વર્ષ પર રિલીઝ થઇ રહેલી ફિલ્મ
પહેલીવાર કોઇ ફિલ્મમાં એક્ટિંગ કરવા વિશે વાત કરતાં પ્રિયાંકે કહ્યું કે મને સ્વાભાવિક થવાનું કહેવામાં આવ્યું હતું. મને વધુ સમજી વિચારીને એક્ટિંગ કરવાની અપેક્ષા નેચરલ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સાથે જ મેં એક્ટિંગ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખ્યું કે પોતાની સાથે ઇમાનદાર રહું. અક્ષય ખન્નાએ પણ ફિલ્મમાં ન્યૂકમર્સની પ્રશંસા કરી. ફિલ્મની વાત કરીએ તો તેનું નિર્દેશન કરણ વિશ્વનાથ કશ્યપે કર્યું છે નિર્માણ નિતિન મનમોહને કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More