Home> Entertainment
Advertisement
Prev
Next

Video : અક્ષયકુમારે ટ્વીટ કરેલા આ વીડિયો બદલી નાખશે તમારી જિંદગી એની છે ગેરંટી

અક્ષયકુમારનું જીવન યુવાનો માટે ભારે પ્રેરણાદાયક છે

Video : અક્ષયકુમારે ટ્વીટ કરેલા આ વીડિયો બદલી નાખશે તમારી જિંદગી એની છે ગેરંટી

નવી દિલ્હી : અક્ષયકુમારની ગણતરી બોલિવૂડના એવા સ્ટાર તરીકે થાય છે જેની ફિલ્મ રિયલ લાઇફમાં પણ યુવાનોને પણ પ્રેરણા આપે છે. અક્ષયકુમાર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં અમુક ચોક્કસ નિયમોનું પાલન કરે છે જે ઉદાહરણીય છે. અક્ષયકુમાર હંમેશા નિયમ પાલન મામલે સજાગ રહે છે. હાલમાં તે પોતાની ફિલ્મ 'ગોલ્ડ' મામલે ચર્ચામાં છે પણ અત્યારે તે અચાનક ટ્રાફિક પોલીસ બનીને લોકોને સુરક્ષાની ટિપ્સ આપતો નજરે ચડે છે. 

અક્ષયકુમારે હાલમાં કેટલાક વીડિયો શેયર કર્યા છે. એમાં તે હેલમેટ પહેર્યા વગર વાહન ચલાવી રહેલા તેમજ ટ્રિપલિંગ કરનારા છોકરાઓને ખખડાવતો નજરે ચડે છે. આ સિવાય તે ગાડીમાં સીટબેલ્ટ પહેર્યા વગર પ્રવાસ કરી રહેલા તેમજ ફોન પર વાત કરી રહેલ વ્યક્તિને પણ અનોખા અંદાજમાં ધમકાવતો દેખાય છે. 

હાલમાં સડક પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયે સડક સુરક્ષા જાગૃતિ અભિયાન માટે કેટલાક વીડિયો બનાવ્યા છે. આ વીડિયોમાં અક્ષયકુમાર ટ્રાફિક પોલીસ તરીકે દેખાય છે. અક્ષયની ફિલ્મોની વાત કરીએ તો એની ફિલ્મ 'ગોલ્ડ' 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થવાની છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More