Home> Entertainment
Advertisement
Prev
Next

'હાઉસફુલ 4': અક્ષય કુમારે શેર કર્યો ફિલ્મની ટીમનો ફની ફોટો

આ સમયે ફિલ્મ સાથે જોડાયેલા લોકો પ્રચારમાં લાગેલા છે. ફિલ્મનું સોશિયલ મીડિયા પર પણ પ્રમોશન કરવામાં આવી રહી છે. ફિલ્મના ગીત અને ટ્રેલર આવ્યા બાદ ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. 

'હાઉસફુલ 4': અક્ષય કુમારે શેર કર્યો ફિલ્મની ટીમનો ફની ફોટો

નવી દિલ્હીઃ જેમ-જેમ દિવાળી નજીક આવી રહી છે, લોકો મલ્ટીસ્ટારર ફિલ્મ 'હાઉસફુલ 4'ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મ આવતા શુક્રવારે રિલીઝ થવાની છે. આ સમયે ફિલ્મ સાથે જોડાયેલા લોકો પ્રચારમાં લાગેલા છે. ફિલ્મનું સોશિયલ મીડિયા પર પણ પ્રમોશન કરવામાં આવી રહી છે. ફિલ્મના ગીત અને ટ્રેલર આવ્યા બાદ ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. 

દરરોજ ફિલ્મના એક્ટરો સોશિયલ મીડિયા પર અલગ અલગ વસ્તુ શેર કરતા રહે છે. હાલમાં અક્ષયે રિતેશને ચેલેન્જ કરી કે તે રોડ વચ્ચે ડાન્સ કરીને દેખાડે. તેના પર રિતેશે ન માત્ર ડાન્સ કર્યો પરંતુ તેનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. 

ત્યારબાદ હવે અક્ષય કુમારે 'હાઉસફુલ 4'ની ટીમની એક ફની તસવીર શેર કરી છે. આ તસવીરની સાથે તેણે લખ્યું, ''હાઉસફુલ ઓફ ફૂલ્સ.'
 

‘એક ચુમ્મા તો બનતા હૈ’: રિલીઝ થયું હાઉસફૂલ-4નું પહેલું સોન્ગ, જુઓ Video

 

ડાયરેક્ટર ફરહાદ સામજીની ફિલ્મ 'હાઉસફુલ 4'મા અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, પૂજા હેગડે, રાણા દગ્ગુબાતી બોમન ઈરાની અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા અભિનેતાઓ જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More