Home> Entertainment
Advertisement
Prev
Next

અક્ષય કુમારની નવી ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ, સિંઘમ-સિમ્બાને પણ આપે છે ટક્કર

બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar) અને કૈટરીના કૈફ (Katrina Kaif) હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi) ને લઈને બહુ જ ચર્ચામાં છે. આ વચ્ચે સોમવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થતા જ ફિલ્મના ટ્રેલરે સોશિયલ મીડિયા પર હંગામો કર્યો છે. તેમાં કોઈ શંકા નથી કે, સૂર્યવંશીનું ટ્રેલર બહુ જ દમદાર છે અને પોલીસના રોલમાં અક્ષય કમાર ઢાંસુ લાગી રહ્યો છે. આ ફિલ્મ આ મહિના 27 માર્ચના રોજ રિલીઝ થવાની છે. 

અક્ષય કુમારની નવી ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ, સિંઘમ-સિમ્બાને પણ આપે છે ટક્કર

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar) અને કૈટરીના કૈફ (Katrina Kaif) હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi) ને લઈને બહુ જ ચર્ચામાં છે. આ વચ્ચે સોમવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થતા જ ફિલ્મના ટ્રેલરે સોશિયલ મીડિયા પર હંગામો કર્યો છે. તેમાં કોઈ શંકા નથી કે, સૂર્યવંશીનું ટ્રેલર બહુ જ દમદાર છે અને પોલીસના રોલમાં અક્ષય કમાર ઢાંસુ લાગી રહ્યો છે. આ ફિલ્મ આ મહિના 27 માર્ચના રોજ રિલીઝ થવાની છે. 

fallbacks

સૂર્યવંશીનું ટ્રેલર જોઈને એવુ લાગે છે કે, આ વખતે રોહિત શેટ્ટીનો સામનો આતંકવાદીઓ સાથે થવાનો છે. આ ફિલ્મમાં રોહિત શેટ્ટીની મહેનત ટ્રેલર જોઈને જ માલૂમ પડી જાય છે. સિંઘમ અને સિમ્બા કરતા પણ વધુ સારા એક્શન સીન સૂર્યવંશીમાં જોવા મળવાના છે. આ વખતે ફિલ્મમાં દમદાર ડાયલોગ્સ પણ સાંભળવા મળવાના છે. તો આ વખતે ટ્રિપલ તડકા પણ લાગવાનો છે. ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગણની પણ ધાસૂં એન્ટ્રી જોવા મળી છે. તો એકવાર આ ટ્રેલર પર જરૂર નજર કરી લો. 

ઉલ્લેખનીય છે કે, રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કૈટરીના કૈફ ઉપરાંત જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર અને સિકંદર ખેર મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મને કરણ જૌહરની સાથે મળીને રોહિત શેટ્ટીએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સિંઘમ અજય દેવદન (Ajay Devgn) અને સિમ્બા રણવીર સિંહ (Ranveer Singh) ની પણ એક ઝલક જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More