Home> Entertainment
Advertisement
Prev
Next

રિલીઝ થતાં 'તાનાજી'મા છવાયો અજય દેવગનનો લુક, ફેન્સ બોલ્યા- દિલ ખુશ કરી દીધુ સર


ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં અજય દેવગનનો ગુસ્સાથી ભરેલો નિડર લુક જોઈને ફેન્સ પોતાની ઉત્સુકતાને રોકી ન શક્યા અને લુકને વાયરલ કરી દીધો છે. 
 

રિલીઝ થતાં 'તાનાજી'મા છવાયો અજય દેવગનનો લુક, ફેન્સ બોલ્યા- દિલ ખુશ કરી દીધુ સર

નવી દિલ્હીઃ અભિનેતા અજય દેવગને થોડા મહિના પહેલા પોતાની આવનારી ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વોરિયર'નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો, જે ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો. હવે તેણે આ ફિલ્મથી પોતાના લુક રિલીઝ કર્યો છે, જેણે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. 

'તાનાજી'ના પોસ્ટરમાં અજય દેવગન તીરના આક્રમણ વચ્ચે હાથમાં તલવાર પકડીને ગુસ્સામાં લાલ-પીળો દેખાઈ રહ્યો છે. તેનો આ લુક રુવાડા ઉભા કરી દે તેવો છે. ફિલ્મના પોસ્ટરને શેર કરતા અજયે લખ્યું, 'મગજ પણ તલવારની ધારની જેમ ઝડપી હતું... #TanhajiTheUnsungWarrior'

'તાનાજીઃ ધ અનસંગ વોરિયર' 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે. 17મી સદી પર બનેલી આ ફિલ્મ મરાઠા સરદાર અને છત્રપતિ શિવાજી મહારાજના પાક્કા મિત્ર રહેલા તાનાજી માલસુરેની જિંદગી પર આધારિત છે. આ ફિલ્મમાં અજયની પત્ની કાજોલ અને અભિનેતા સેફ અલી ખાન પણ જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More