Home> Entertainment
Advertisement
Prev
Next

PICS : દીકરી આરાધ્યા સાથે બાપ્પાના દર્શન કરવા પહોંચેલી એશને ઘેરી લીધી લોકોએ અને પછી...

ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે ઐશ્વર્યા અને આરાધ્યાની તસવીર

PICS : દીકરી આરાધ્યા સાથે બાપ્પાના દર્શન કરવા પહોંચેલી એશને ઘેરી લીધી લોકોએ અને પછી...

મુંબઈ : ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન જ્યારે સાથે બહાર નીકળે છે ત્યારે તેમને જોવા માટે ચાહકોની ભીડ લાગી જાય છે. આ માં-દીકરીના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. હાલમાં ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે ગણપતિના દર્શન કરવા માટે જાહેરમાં આવી હતી. ઐશ્વર્યા દર વર્ષે દીકરીને લઈને ગણપતિના દર્શન કરવા જાય છે અને આ વર્ષે પણ તેઓ દર્શન માટે ગયા હતા. આ વખતે ઐશ્વર્યા અને આરાધ્યા સાથે ઐશ્વર્યાની માતા વૃંદા રાય પણ ગયા હતા. 

fallbacks

fallbacks

fallbacks

fallbacks

fallbacks

fallbacks

ઐશ્વર્યા અને આરાધ્યા જ્યારે ગણપતિ દર્શન માટે પહોંચ્યા ત્યારે તેમણે ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતા. ઐશ્વર્યાએ સફેદ રંગનો કુરતો અને પાયજામો પહેર્યો હતો જ્યારે આરાધ્યા ઓરેન્જ રંગના સલવાર-કુરતામાં જોવા મળી હતી. 

આ તસવીરોમાં જોવા મળે છે કે ઐશ્વર્યા અને આરાધ્યાને ભીડ વીંટળાઈ ગઈ છે અને ભીડના કારણે ઐશ્વર્યા બહુ અપસેટ છે. ઐશ્વર્યાનો ચહેરો જોઈને એમ લાગે છે કે તે ભીડ તરફ બૂમો પાડીને થોડી જગ્યા આપવાની વિનંતી કરી રહી છે. ઐશ્વર્યાની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે બહુ જલ્દી અભિષેક બચ્ચન સાથે એક ફિલ્મમાં જોવા મળશે. બંનેએ અનેક વર્ષો પછી કોઈ ફિલ્મ સાથે સાઇન કરી છે.

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More