Home> Entertainment
Advertisement
Prev
Next

SHAH RUKH KHAN: શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ નહીં પરંતું બીજી ફિલ્મે બનાવ્યો સ્ટાર, રસપ્રદ છે બાદશાહની કહાની

SHAH RUKH KHAN: બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દબદબો આજે પણ છે એ એની પઠાણ ફિલ્મની કમાણીએ સાબિત કરી દીધું છે. એકથી એક ચડિયાતી ફિલ્મો અને સતત સંઘર્ષના કારણે બોલિવુડનો બાદશાહ બની ગયો છે. શાહરૂખ ખાનની પહેલી ફિલ્મની વાત કરીએ તો કોઈપણ તેનો ફેન નામ દઈ દેશે...'દીવાના'...  પરંતું આમ જોઈએ તો શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ દીવાના નહીં પણ અન્ય હતી.

SHAH RUKH KHAN: શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ નહીં પરંતું બીજી ફિલ્મે બનાવ્યો સ્ટાર, રસપ્રદ છે બાદશાહની કહાની

SHAH RUKH KHAN: 26 જૂન 1992એ શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ 'દીવાના'  રિલીઝ થઈ હતી. આમ જોઈએ તો 'દીવાના'  ફિલ્મમાં મુખ્ય કલાકારમાં ઋષિ કપૂર અને દિવ્યા ભારતી હતા. ફિલ્મના ઈન્ટરવલ પછીના ભાગમાં શાહરૂખ ખાનની એન્ટ્રી થાય છે. ફિલ્મમાં શાહરૂખ ખાનનું પહેલું ગીત 'કોઈ ના કોઈ ચાહીયે' ખૂબ જ હિટ રહ્યું. દર્શકોને શાહરૂખ ખાન-દિવ્યા ભારતીની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવી હતી. 

બીજી ફિલ્મ આ રીતે બની ગઈ પહેલી ફિલ્મ

હિન્દી સિનેમાની 'ડ્રીમ ગર્લ' હેમા માલિનીએ ડિરેકશન પર પણ હાથ અજમાવ્યો હતો.  ટીવી સિરિયલ 'નુપૂર' ડિરેક્ટ કર્યા બાદ હેમા માલિની પહેલી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી હતી.  હેમા માલિની પોતાની ફિલ્મ માટે લીડ એકટરની શોધ કરી રહી હતી.  હેમા માલિનીએ 'સર્કસ' સિરીયલમાં શાહરૂખ ખાનનો અભિનય જોયો હતો. હેમા માલિનીએ શાહરૂખને બોલાવી તેનો ઓડિશન લીધું હતું.  હેમા માલિની આ ફિલ્મનું ટાઈટલ હતું 'દિલ આશના હૈ'. કોઈ કારણસર ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઈ શકતું નહોતુ. આ બધા વચ્ચે શાહરૂખને 'દીવાના' ફિલ્મ મળી ગઈ. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સેકન્ડ લીડ હિરો તરીકે હતો તેમ છતાં તેનું શુટિંગ ઝડપથી પૂર્ણ થઈ ગયું. શાહરૂખની પહેલી ફિલ્મ રિલીઝ ન થઈ અને બીજી ફિલ્મ 'દીવાના'  પહેલી ફિલ્મ બની ગઈ જેનાથી શાહરૂખની લોકપ્રિયતા વધી ગઈ.

fallbacks

આ પણ વાંચો:
અરમાન મલિક જ નહીં બોલિવૂડના આ અભિનેતાઓને પણ છે 2-2 પત્ની
World Cup ની સેમીફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડીયા, આયરલેન્ડને આપી માત
રાશિફળ 21 ફેબ્રુઆરી: ગ્રહોની શુભ સ્થિતિ આ જાતકોને જબરદસ્ત નાણાકીય ફાયદો કરાવશે

ડિરેકટરના પુત્રએ ફિલ્મ છોડી તો શાહરૂખને મળી દીવાના
'દીવાના' ફિલ્મ પહેલાં સની દેઓલને ઓફર કરાઈ હતી. સની દેઓલે ફિલ્મ કરવાની મનાઈ કરી દીધી હતી. જાણીતા ફિલ્મમેકર રાજકુમાર કોહલીના પુત્ર અરમાન કોહલીને શાહરૂખ ખાનનો રોલ મળ્યો હતો. શુટિંગના એક શિડ્યૂલનું શુટિંગ પણ પૂર્ણ થઈ ગયુ હતું. તે સમયે અરમાન કોહલીનો ફિલ્મની ક્રિએટીવ ટીમ સાથે વિવાદ થયો હતો જેથી અરમાન કોહલીએ ફિલ્મ છોડી દીધી.  ત્યારે ધર્મેન્દ્રએ ફિલ્મના પ્રોડ્યુસર અને ભત્રીજા ગુડ્ડુ ધનોવાને શાહરૂખનું નામ સૂચવ્યું, અને આ રીતે શાહરૂખ ખાનને દીવાના ફિલ્મ મળી ગઈ. શાહરૂખે આમીર ખાને છોડેલી ફિલ્મ 'ડર' અને સલમાન ખાનની છોડેલી 'બાઝીગર'માં કામ કર્યું. આ બંને ફિલ્મથી શાહરૂખ ખાનને ખૂબ લોકપ્રિયતા મળી ગઈ. ત્યારબાદ શાહરૂખ ખાન સુપરસ્ટાર બની ગયો.

આ રીતે શાહરૂખને ખબર પડી કે તે સ્ટાર બની ગયો
શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે- 'દીવાના' ફિલ્મ હિટ થઈ તે વાત મને રાકેશ રોશને જણાવી હતી.  આ ફિલ્મ હિટ થઈ છે તે વાત મને સલીમ-જાવેદની ફેમસ જોડીના સલીમ ખાન એટલે કે સલમાન ખાનના પિતાએ મને કહી. હું જ્યારે રાકેશ રોશનને મળીને પસાર થઈ રહ્યો હતો ત્યારે સલીમ ખાને તેમની બાલ્કનીમાંથી મે બૂમ પાડી અને તેમણે મને કહ્યું-' ભાઈ તુમ્હારી પિક્ચર ચલ ગઈ, હું હાલ હેર સલૂનની દુકાન પાસેથી પસાર થઈને આવ્યો છું, લોકો શાહરૂખ ખાન સ્ટાઈલની હેર કટ કરાવી રહ્યા છે. આ વાત સાંભળીને શાહરૂખને લાગ્યું કે તેને હવે લોકો ઓળખવા લાગ્યા છે.

શાહરૂખ ખાને 'દીવાના' જોઈ નથી
શાહરૂખ ખાને ઘણીવાર આ વાત કીધેલી છે કે તેણે તેની પહેલી ફિલ્મ 'દીવાના'નો જોઈ નથી. શાહરૂખ ખાન પોતાની પહેલી ફિલ્મ અને છેલ્લી ફિલ્મને જોવા માગતા નથી.

આ પણ વાંચો:
ગુજરાતમાં અચાનક ગરમીનો પારો વધ્યો, હવે આ રાજ્યોમાં વરસાદની આગાહી
Sonu Nigam અને તેના ભાઈ પર હુમલાનો વીડિયો વાયરલ, મ્યૂઝિક કોન્સર્ટમાં થઈ ભયંકર બબાલ
Turkiye Earthquake: તુર્કીમાં ફરી 6.4 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક બિલ્ડીંગો ધરાશાયી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More