Home> Entertainment
Advertisement
Prev
Next

The Kerala Story ફિલ્મની સફળતા બાદ Adah Sharmaને વધુ એક ફિલ્મમાં મળ્યો દમદાર રોલ

Adah Sharma: ફિલ્મની વાર્તાની સાથે અદા શર્માની એક્ટિંગએ લોકોને હચમચાવી દીધા છે. તેવામાં આ ફિલ્મની સફળતા પછી અદા શર્માને નવો પ્રોજેક્ટ પણ મળી ગયો છે . જાણવા મળતી માહિતી અનુસાર અદા શર્માને ધ ગેમ ઓફ ગીરગીટ ફિલ્મ મળી છે. 

The Kerala Story ફિલ્મની સફળતા બાદ Adah Sharmaને વધુ એક ફિલ્મમાં મળ્યો દમદાર રોલ

Adah Sharma: ધ કેરલ સ્ટોરીમાં પોતાની અદાકારીનો જાદુ દેખાડનાર અદા શર્મા હાલ ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મના જેટલા વખાણ થઈ રહ્યા છે તેટલા જ વખાણ અદા શર્માની એક્ટિંગના પણ થઈ રહ્યા છે. ફિલ્મની વાર્તાની સાથે અદા શર્માની એક્ટિંગએ લોકોને હચમચાવી દીધા છે. તેવામાં આ ફિલ્મની સફળતા પછી અદા શર્માને નવો પ્રોજેક્ટ પણ મળી ગયો છે . જાણવા મળતી માહિતી અનુસાર અદા શર્માને ધ ગેમ ઓફ ગીરગીટ ફિલ્મ મળી છે. 

આ પણ વાંચો:

Sirf Ek Bandaa Kaafi Hai: આ ફિલ્મોમાં પણ દેખાડવામાં આવ્યા બાબાઓના નેગેટિવ પાત્ર

વિવાદ અને વિરોધ વચ્ચે ફિલ્મ The Kerala Story આ 37 દેશોમાં થશે રિલીઝ

એસએસ રાજામૌલી મહાભારત પર બનાવશે ફિલ્મ, પોતાના ડ્રીમ પ્રોજેક્ટ અંગે કર્યો મોટો ખુલાસો

અદા શર્મા આ ફિલ્મમાં તે શ્રેયસ તલપડે સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અદા શર્મા એક પોલીસ અધિકારીના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં તેનો લુક પણ ઈમ્પ્રેસિવ અને એટ્રેક્ટિવ હશે. ફિલ્મનું નિર્દેશન વિશાલ પંડ્યા કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ બ્લુ વ્હેલ ગેમ પર આધારિત છે જે થોડા સમય પહેલા ખૂબ જ ચર્ચામાં હતી. આ એક સાઇકોલોજીકલ ગેમ હતી જેને રમ્યા પછી બાળકો જીવ ગુમાવવા લાગ્યા હતા. હવે આ ફિલ્મમાં અદા શર્મા ની એન્ટ્રી થઈ ગઈ છે. 

અદા શર્માની હાલની ફિલ્મ ધ કેરલ સ્ટોરી ની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. જોકે કેટલાક રાજ્યો એવા પણ છે જ્યાં આ ફિલ્મની રિલીઝ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફિલ્મની વાત કરીએ તો છ દિવસમાં આ ફિલ્મે 68 કરોડથી વધુ નું કલેક્શન કરી લીધું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More