Home> Entertainment
Advertisement
Prev
Next

Aamir Khan ના છૂટાછેડા બાદ આ એક્ટ્રેસને લોકો કરી રહ્યા છે ટ્રોલ, ટ્વિટર પર ટ્રેન્ડ થયું નામ

બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan) અને તેમની પત્ની કિરણ રાવના (Kiran Rao) છૂટાછેડાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. બંનેએ તેમના 15 વર્ષના સંબંધને સમાપ્ત કરી દીધા છે

Aamir Khan ના છૂટાછેડા બાદ આ એક્ટ્રેસને લોકો કરી રહ્યા છે ટ્રોલ, ટ્વિટર પર ટ્રેન્ડ થયું નામ

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan) અને તેમની પત્ની કિરણ રાવના (Kiran Rao) છૂટાછેડાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. બંનેએ તેમના 15 વર્ષના સંબંધને સમાપ્ત કરી દીધા છે અને કહ્યું હતું કે, તેઓએ પરસ્પર સંમતિથી (Aamir Khan and Kiran Rao announce divorce) અલગ થવાનો નિર્ણય લીધો છે.

છૂટાછેડાના સમાચારથી લોકો ચોંકી ઉઠ્યા
આમિર ખાન અને કિરણ રાવના (Aamir And Kiran Divorce) છૂટાછેડાના સમાચારથી બોલિવૂડના ચાહકો ચોંકી ઉઠ્યા છે. બંનેની જોડી એક સંપૂર્ણ જોડી માનવામાં આવતી હતી અને આ દંપતીના અચાનક અલગ થવાના સમાચાર ઘણા લોકો માટે આશ્ચર્યજનક નિર્ણય હતો. છૂટાછેડાના સમાચારો વચ્ચે બોલિવૂડ અભિનેત્રીનું નામ ખેંચાઈ રહ્યું છે.

આ પણ વાંચો:- Aamir Khan એ કિરણ રાવને આપ્યા છૂટાછેડા, 15 વર્ષ બાદ પરસ્પર સહમતિથી લીધો નિર્ણય

ટ્વિટર પર ટ્રેન્ડ થઈ ફાતિમા સના શેખ
સોશિયલ મીડિયા પર આમિર અને કિરણના છૂટાછેડાની (Aamir And Kiran Divorce) જાણ થતાંની સાથે જ બોલિવૂડ એક્ટ્રેસ ફાતિમા સના શેખને (Fatima Sana Sheikh) ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકોએ અભિનેત્રીનું નામ એટલું ખેંચ્યું કે તે ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. લોકો માને છે કે આ છૂટાછેડા તેના કારણે જ થયા છે.

આ પણ વાંચો:- આ ખતરનાક ચહેરાની પાછળ છે બોલીવુડની ગ્લેમરસ અને ખુબસુરત હસીના, ઓળખો કોણ છે?

આમિરને પોતાનો ગુરુ માને છે ફાતિમા
જો કે, ફાતિમા સના શેખે (Fatima Sana Sheikh) એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે આમિરને તેમનો માર્ગદર્શક અને જીવન ગુરુ માને છે, પરંતુ છૂટાછેડાના સમાચારો પછી લોકો સોશિયલ મીડિયા પર આમિર અને ફાતિમાના કથિત લિન્કઅપ પર ગપસપ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More