Home> Entertainment
Advertisement
Prev
Next

વર્ષો પછી માંડમાંડ કેમેરામાં ક્લિક થયો આદિત્ય ચોપડા, હવે લાગે છે 'આવો'

આદિત્ય ચોપડા અને રાની મુખરજી બર્થડે પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા

વર્ષો પછી માંડમાંડ કેમેરામાં ક્લિક થયો આદિત્ય ચોપડા, હવે લાગે છે 'આવો'

મુંબઈ : ફિલ્મમેકર કરણ જોહરની માતા હીરુ જોહરનો 18 માર્ચે જન્મદિવસ છે. આ સેલિબ્રેશન માટે ગઈ કાલે રાત્રે કરણ જોહરે એક પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં હાજરી આપવા માટે રાની મુખરજી પતિ આદિત્ય ચોપડા સાથે પહોંચી હતી. આ જોડી કેમેરામાં ક્લિક થઈ ગઈ હતી જેના કારણે વર્ષો પછી જાહેરમાં ફંક્શનમાં હાજરી આપવા આવેલા આદિત્ય ચોપડાની તસવીર જોવા મળી છે. 

fallbacks

આદિત્યને કેમેરામાં ક્લિક થવું પસંદ નથી અને આ કારણે તે હંમેશા મીડિયાના કેમેરાથી બચવાનો પ્રયાસ કરે છે. આ વખતે પણ તેણે ચહેરાને હાથથી છુપાવી દીધો હતો પણ આમ છતાં તે કેમેરામાં ક્લિક થઈ ગયો હતો. આ પાર્ટીમાં હાજરી આપવા આવેલી રાનીએ સ્ટાઇલિશ ચશ્મા પહેર્યા હતા અને તેણે હાથમાં તકિયો રાખ્યો હતો. 

રિયલ લાઇફમાં આદિત્ય ચોપડા અને કરણ જોહર કઝિન છે. કરણની માતા હીરુ જોહર અને આદિત્યના પિતા યશ એકબીજાના ભાઈ બહેન હતા. આ સંબંધને કારણે તેઓ એકબીજાની બહુ નજીક છે. આજે હીરુ જોહરનો 76મો જન્મદિસ છે અને દીકરા કરણે આ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More