Home> Entertainment
Advertisement
Prev
Next

Heeramandi: અદિતિ રાવ હૈદરીએ કેમેરા સામે એવી કમર લચકાવી કે લોકો થઈ રહ્યા છે પાગલ, કામસૂત્ર સાથે લોકોએ જોડ્યું કનેકશન

Aditi Rao Hydari Gajagamini Walk: હીરામંડી વેબ સિરીઝના એક ગીતમાં અદિતિ રાવ હૈદરીએ એવા મૂવ્સ દેખાડ્યા છે કે છોકરાઓ તો શું છોકરીઓ પણ તેની ચાલ પાછળ પાગલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તો અદિતિ રાવ હૈગરીની ગજગામિની વોક જેને સ્વાન વોક પણ કહેવાય છે તેના જ વિડીયો જોવા મળે છે.

Heeramandi: અદિતિ રાવ હૈદરીએ કેમેરા સામે એવી કમર લચકાવી કે લોકો થઈ રહ્યા છે પાગલ, કામસૂત્ર સાથે લોકોએ જોડ્યું કનેકશન

Aditi Rao Hydari Gajagamini Walk: 1 મે 2024 ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની વેબસરીઝ હીરામંડી ધમાલ મચાવી રહી છે. આ વેબ સિરીઝને દર્શકો તરફથી સારો મળી રહ્યો છે. દુનિયાભરમાં આ વેબસિરીઝના વખાણ થઈ રહ્યા છે. જોકે હાલ તો ઇન્ટરનેટ પર અદિતિ રાવ હૈદરીએ ધમાલ મચાવી દીધી છે. વેબ સિરીઝમાં તેના અભિનયને તો વખાણવામાં આવી જ રહ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર અદિતિ રાવ હૈદરીની સ્વાન વોકના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. 

અદિતિ રાવ હૈદરીનો ડાન્સ 

આ પણ વાંચો: રિલીઝના 11 મહિના પછી ઓટીટી પર જોવા મળશે વિક્કી-સારાની ફિલ્મ, અહીં થઈ રહી છે રિલીઝ

હીરામંડી વેબ સિરીઝના એક ગીતમાં અદિતિ રાવ હૈદરીએ એવા મૂવ્સ દેખાડ્યા છે કે છોકરાઓ તો શું છોકરીઓ પણ તેની ચાલ પાછળ પાગલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તો અદિતિ રાવ હૈગરીની ગજગામિની વોક જેને સ્વાન વોક પણ કહેવાય છે તેના જ વિડીયો જોવા મળે છે. આ વોક અદિતિ રાવ હૈદરી જેણે વેબ સિરીઝમાં બીબ્બોજાનનું પાત્ર ભજવ્યું છે તે એક ડાન્સ દરમિયાન કરે છે. 

આ વીડિયોમાં અદિતિ રાવ કેમેરા તરફ પીઠ કરીને ધીરે ધીરે એવી રીતે કમર લચકાવતી આગળ વધે છે કે તેને જોનાર લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. અદિતિ રાવના આ ડાન્સના લોકો દિવાના થઈ રહ્યા છે. લોકો અદિતિ રાવ હૈદરીના વખાણ કરતા થાકતા નથી. 

આ પણ વાંચો: Antrum: આ છે દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ, જે જોવે તે મરી જાય.. રહસ્યમયી રીતે થાય મોત

કામસૂત્ર સાથે કનેક્શન 

સોશિયલ મીડિયા પર અદિતિ રાવ હૈદરીની ગજગામિની વોક વાયરલ થતા એક વ્યક્તિએ આ ચાલ વિશેની વિગતો આપતાં લખ્યું છે કે, ગજગામિની ચાલનું કામસૂત્ર સાથે કનેક્શન છે. સિડકશનની ચરમસીમા દરમ્યાન આ ચાલનો ઉપયોગ કરવામાં આવે છે. અદિતિ રાવ હૈદરીએ શાનદાર રીતે તેને પ્રસ્તુત કરી છે. અન્ય એક યુઝરે એવું પણ લખ્યું છે કે અદિતિ રાવ હૈદરીની આ વોક જોવાનું બંધ કરી શકાય તેમ નથી. અન્ય એક યુઝરે લખ્યું છે કે અદિતિ રાવ હૈદરી આ પાંચ સેકન્ડમાં આકર્ષક લાગે છે. 

આ પણ વાંચો: હીરામંડીમાં નોકરાણી સાથે સોનાક્ષી સિન્હાએ કર્યા ઈંટીમેટ સીન, શેર કર્યો પોતાનો અનુભવ

અદિતિએ સંજય લીલા ભણસાલીને આપ્યો શ્રેય

ઇન્ટરનેટ પર આ વિડિયો વાયરલ થતા અદિતિ રાવ હૈદરીએ પણ ગીતના શૂટિંગને લઈને પોતાના અનુભવ શેર કર્યા હતા. તેણે આ બાબતે સંજય લીલા ભણસાલીને શ્રેય આપ્યો હતો. અદિતિ રાવ એ જણાવ્યું હતું કે આ ગીતની કોરિયોગ્રાફી ક્રિતી મહેશે કરી હતી અને તેમાં સંજય લીલા ભણસાલીનો મગજ હતો. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

ગીતનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે સંજય લીલા ભણસાલીએ અદિતિ રાવને સમજાવ્યું હતું કે આખા ગીતમાં આ વોક ખૂબ જ જરૂરી છે. શૂટિંગ દરમિયાન પણ સંજય લીલા ભણસાલીએ નાનામાં નાની વાતોનું પણ ધ્યાન રાખ્યું હતું. દુપટ્ટો કેવી રીતે પડશે, કયા પોઇન્ટ પર પડશે, હાથ કેવી રીતે હશે, ઠુમરી પર કમરની મુવમેન્ટ શું હશે વગેરે... આ નાનામાં નાની ડિટેલ પણ સંજય લીલા ભણસાલીએ અદિતિ રાવ હેદરીને સમજાવી હતી. અને અદિતિ રાવ હૈદરીએ પણ કેમેરાની સામે એવી જ રીતે કમર લચકાવી. જેનું પરિણામ છે કે આજે સોશિયલ મીડિયા પર સૌ કોઈ અદિતિ રાવ હૈદરીની ચાલના દીવાના થઈ ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More