Home> Entertainment
Advertisement
Prev
Next

ભોજપુરીમાં ફ્લોપ થયેલી આ 4 અભિનેત્રીએ બોલિવૂડને આપી ટક્કર, ત્રીજી અભિનેત્રીએ ડેબ્યૂમાં જ મચાવી ધૂમ

ભોજપુરીમાં ફ્લોપ થયેલી આ 4 અભિનેત્રીએ બોલિવૂડને આપી ટક્કર, ત્રીજી અભિનેત્રીએ ડેબ્યૂમાં જ મચાવી ધૂમ

હિન્દીની સાથે સાથે કેટલીક અભિનેત્રીઓ સાઉથ અને ભોજપુરી ફિલ્મોમાં પણ હાથ અજમાવી રહી છે. સુંદર અને પ્રતિભાશાળી હોવા છતાં, તે ભોજપુરી ફિલ્મ ઉદ્યોગમાં હિન્દી જેવી સફળતા મેળવી શકી નહીં. નગમા, ભૂમિકા ચાવલા, રંભા જેવી કેટલીક અભિનેત્રીઓ છે જેમણે બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. બોલિવૂડમાં ધમાલ મચાવીને જ્યારે આ અભિનેત્રીઓએ ભોજપુરી સિનેમામાં લીધી એન્ટ્રી...

નગ્માએ વર્ષ 1990માં સલમાન ખાન સાથેની ફિલ્મ 'બાગી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પ્રથમ ફિલ્મની બમ્પર સફળતા બાદ નગમાને ફિલ્મોની લાઈન મળી. પોતાની ડેબ્યૂ ફિલ્મ 'બાગી'થી રાતોરાત સ્ટાર બની ગયેલી નગ્માએ એક પછી એક અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું. આ પછી તેણે 'સનમ બેવફા', 'પોલીસ ઔર મુજરિમ', 'કિંગ અંકલ', 'સુહાગ', 'એક રિશ્તા', 'કુંવારા', 'તુમ્હારે હવાલે વતન સાથિયોં' જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું.

fallbacks

ભૂમિકા ચાવલાએ પણ સલમાન ખાન સાથેની ફિલ્મ 'તેરે નામ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પાત્રની નિર્દોષતા અને સાદગીએ દર્શકોના દિલ જીતી લીધા. બોલિવૂડ બાદ ભૂમિકાએ મનોજ તિવારી સાથે ફિલ્મ 'ગંગોત્રી'માં ભોજપુરી સિનેમામાં એન્ટ્રી કરી હતી. ભૂમિકાની પહેલી ફિલ્મ ફ્લોપ રહી હતી. હવે ભૂમિકા ન તો હિન્દી કે ભોજપુરી ફિલ્મોમાં જોવા મળે છે.

fallbacks

રાઘવ ચઢ્ઢા સાથે તેની સગાઈના સમાચાર વચ્ચે પરિણીતી ચોપરાએ કરી પ્રેમની કબૂલાત ! 

સૌથી ચર્ચિત અશ્લીલ Kiss મામલે શિલ્પાને મળી રાહત, જાણો શું હતો સમગ્ર મામલો

પરિણીતી અને રાઘવ ચઢ્ઢા આ દિવસે કરશે સગાઈ; મુંબઈ નહીં, અહીં કરશે સગાઈ

આ યાદીમાં ત્રીજું નામ ભાગ્યશ્રીનું છે. ભાગ્યશ્રીએ પણ સલમાન ખાન સાથે ડેબ્યુ કર્યું હતું. ભાગ્યશ્રી પહેલી જ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'થી પ્રખ્યાત થઈ હતી. ભાગ્યશ્રીએ ફિલ્મની બ્લોકબસ્ટર સફળતાનો લાભ ઉઠાવ્યો ન હતો, પરંતુ પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી હતી. ત્યારબાદ થોડા સમય પછી ફિલ્મ 'દેવા'થી ભોજપુરીમાં પગ મૂક્યો. મનોજ તિવારી સાથે 'જનમ જનમ કા સાથ' જેવી ફિલ્મોમાં કામ કર્યું. 'અહંકાર ચુમ્મા દે ધ રાજાજી'માં ભાગ્યશ્રીના પતિ સાથ તેને કામ કર્યું હતું.

fallbacks

 વર્ષ 1995માં ફિલ્મ 'જલ્લાદ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર રંભાએ ધૂમ મચાવી હતી. રંભા બોલિવૂડ પછી ભોજપુરી સિનેમા તરફ વળ્યા. રવિ કિશન સાથે 'બાંકે બિહારી એમએલએ', 'રામ બલરામ', 'રસિક બલમા' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેને વધારે સફળતા મળી ન હતી. હવે રંભા હિન્દી-ભોજપુરી ક્યાંય દેખાતી નથી.

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More