Home> Entertainment
Advertisement
Prev
Next

સાજિદ ખાન પર એક ગુજરાતી અભિનેત્રીએ લગાવ્યો ચોંકાવનારો આરોપ, બોલી- મને કહ્યું કે ટોપ ઉંચુ કરીને....

Bigg Boss: ફિલ્મમેકર સાજિદ ખાન સાથે જોડાયેલા નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે ટીવી અભિનેત્રી કનિષ્કાએ વીડિયો શેર કરી જણાવ્યું કે 2008માં જ્યારે તે ફિલ્મ માટે સાજિદને મળવા ગઈ ત્યારે તેની સાથે શું થયું હતું. 

સાજિદ ખાન પર એક ગુજરાતી અભિનેત્રીએ લગાવ્યો ચોંકાવનારો આરોપ, બોલી- મને કહ્યું કે ટોપ ઉંચુ કરીને....

નવી દિલ્હીઃ સાજિદ ખાનની બિગ બોસ 16માં એન્ટ્રી થયા બાદ તેના જૂના કેસ ફરી હાઇલાઇટ થવા લાગ્યા છે. શર્લિન ચોપડા બાદ હવે દીયા અને બાતી ફેમ કનિષ્કા સોનીની પોસ્ટ ચર્ચામાં છે. કનિષ્કાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, સાથે પોસ્ટ લખી છે. પોસ્ટમાં લખ્યું છે કે તે વ્યક્તિના નામનો ખુલાસો કરવામાં ડરેલી છે જેણે તેને ફિલ્મમાં રોલ આપવાના નામ પર ટોપ ઉપર કરાવ્યું હતું. કનિષ્કાએ કહ્યું કે તેને ખબર પડી છે કે તે ડાયરેક્ટર બિગ બોસમાં આવ્યો છે. 

સાજિદ પાસે માંગ્યું હતું કામ
કનિષ્કાએ જણાવ્યું- તે ડાયરેક્ટરનું નામ સાજિદ ખાન છે. તેને હું 2008માં મળી હતી. તે સમયે મેં 2 રિઆલિટી શો કર્યાં હતા. હું મુંબઈમાં સર્વાઇવ કરવા માટે પ્રોડ્યૂસર્સ અને ડાયરેક્ટર્સના ઇન્ટરવ્યૂ લેતી હતી. ત્યારે મારો સંપર્ક સાજિદ ખાન સાથે થયો. સાજિદને કોલ કર્યો તો તેણે ઈન્ટરવ્યૂ લેવા માટે સાજિદ નાડિયાડવાલાના બંગલા પર બોલાવ્યો હતો. તે સમયે મારૂ કરિયર શરૂ થયું હતું. હું 2008ની આપસાસ જૂનમાં મળી હતી. પછી મેં સાજિદ ખાનને ફોન પર જણાવ્યું હતું કે હું એક્ટિંગમાં કરિયર બનાવવા ઈચ્છુ છું. તેણે મને ફિલ્મમાં રોલ આપવાની વાત કહી હતી. 

આ પણ વાંચોઃ Karwa Chauth Celebration: બોલીવુડ અભિનેત્રીઓએ કરી કરવા ચોથની ઉજવણી, જુઓ તસવીરો

સાજિદે કહ્યું, ઘરે આવો
સાજિદે ફોન પર એક-બે વાર વાત કર્યા બાદ કહ્યું કે જૂહુ સ્થિત ફ્લેટ પર મળવા આવો. હું અમદાવાદથી આવી હતી. શરમાળ યુવતી હતી. તેણે મને સમજાવ્યું હતું કે તમારે ડરવાની જરૂર નથી. હું મારા મોમ સાથે રહુ છું. ઘર પર અન્ય લોકો પણ છે. કામ કરનારા પણ છે. હું તેના ઘરે ગઈ. હું મારી પોર્ટફોલિયો ફાઇલ લઈને તેના ઘરે ગઈ. સીડી ચઢી ઉપર પહોંચી. લેફ્ટમાં તેમના માતાનો રૂમ હતો. રાઇટમાં કિચન હતું. કામ કરનારા લોકોએ સાજિદ ખાનના રૂમમાં મોકલી હતી.

ફિગર જોયું અને કહ્યું પેટ દેખાડ
સાજિદે વાત કરી. સાજિદે કહ્યું કે ઉભી થઈ જાય. ફિગરજ જોયું અને કહ્યું કે તું પરફેક્ટ મટીરિયલ છો અને હું એક ફિલ્મ બનાવી રહ્યો છું. જેમાં દીપિકા પાદુકોણને લઈ રહ્યો છું. તેણે મને કહ્યું, મારે તારૂ પેટ જોવુ છું. પરેશાન ન થતી હું ટચ કરીશ નહીં. મેં કહ્યું કે સર પોર્ટફોલિયો તમારી પાસે છે. મેં હાથ જોડીને કહ્યું કે સ્ટમક ન દેખાડી શકુ. ત્યારબાદ તેણે કહ્યું કે હું તને મૂવીમાં લઈ શકુ નહીં. કનિષ્કાએ સલમાન ખાનને પોતાના ફેવરિટ ગણાવતા સવાલ ઉઠાવ્યા કે લોકોને બિગ બોસ માટે પસંદ કરતા પહેલા તેનું કેરેક્ટર કેમ જોવામાં આવતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More